Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પાડાના વાંકે પખાલીને ડામ...

બેંક ઓફ ઇન્‍ડિયા-માલવીયા રોડ શાખામાં સિસ્‍ટમ અપગ્રેડેશનના બહાને ગ્રાહકોને ભારે મુશ્‍કેલી

રાજકોટઃ અત્રેના લોધાવાડ ચોકમાં આવેલ બેંક ઓફ ઇન્‍ડિયા-માલવીયા રોડ શાખામાં છેલ્લા કેટલાક સમયથી સિસ્‍ટમ અપગ્રેડેશન થઇ રહ્યુ હોવાને કારણે ગ્રાહકોને ભારે મુશ્‍કેલી પડતી હોવાનું એક ગ્રાહકે આજે બપોરે ‘અકિલા'ને ટેલિફોન ઉપર જણાવ્‍યુ હતુ. ગત શુક્રવારથી ગ્રાહકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બહારથી આવેલા આરટીજીએસની જાણ ગ્રાહકોને નિયમીત અને સમયસર થતી ન હોવાની પણ ફરિયાદ છે. ગ્રાહકોને પડતી મુશ્‍કેલીનો બેંક તત્‍કાલ અંત લાવે તેવી માંગણી ઉઠી છે. બેંક દ્વારા ટેકનિકલ ખામીઓનું વારંવાર બહાનુ આપવામાં આવતા ગ્રાહકો અને ખાસ કરીને વેપારીઓને ઘણી મુશ્‍કેલીઓ પડી રહી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્‍યુ છે. બેંકના સત્તાવાળાઓ વહેલાસર સિસ્‍ટમ અપગ્રેડેશન ઠીકઠાક કરે તેવી માંગણી થઇ છે.

 

(3:44 pm IST)