Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ એસોસીએશન દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાજકોટ : બ્રાંચ ઓફ વિકાસા દ્વારા ધ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટસ એસોસીએશન રાજકોટના આંગણે ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્‍વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. સી.એ. મેમ્‍બર્સ, સી.એ. વિદ્યાર્થીઓએ ઉપસ્‍થિત રહી તિરંગાને સલામી આપી હતી. કોરોના સંક્રમણ ધ્‍યાને લઇ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ સહીતની ગાઇડ લાઇનના ચુસ્‍ત પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં આઇસીએઆઇના ચેરમેન સી.એ. હાર્દીક વ્‍યાસના હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવેલ. તેઓએ પ્રાસંગીક પ્રવચન કરી દેશના સ્‍વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન સી.એ. વિનય સાકરીયા, કમીટી મેમ્‍બર સી.એ. દિપ્‍તી સવજાણી સહીતના હોદેદારો તેમજ વીકાસાના વાઇસ ચેરમેન જીત કકકડ, સેક્રેટરી ચિંતન દત્તાણી, ટ્રેઝરર મિલન પટેલ તથા કમીટી મેમ્‍બર્સ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:44 pm IST)