Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કે.કે.વી. હોલ પાસે મોબાઈલમાં આઈ.ડી. બનાવી જુગાર રમતો રોનક પકડાયો

ક્રાઈમ બ્રાંચનો દરોડોઃ ૫ હજાર રોકડા અને મોબાઈલ કબ્જે

રાજકોટ, તા. ૨૮ :. કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે મોબાઈલ ફોનમાં આઈ.ડી. બનાવી જુગાર રમતા શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ કે.કે.વી. હોલ પાસે આવેલા નક્ષત્ર-૨ પાસે એક શખ્સ જુગાર રમતો હોવાની ક્રાઈમ બ્રાંચના એએસઆઈ જયેશભાઈ નિમાવત તથા કોન્સ. જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા કે.કે.વી. હોલ પાસેથી કારખાનેદાર રોનક રાજેશભાઈ વેકરીયા (ઉ.વ. ૨૪) (રહે. રૈયા રોડ સંતોષ પાર્ક, બ્લોક નં. ૮, મૂળ રંગપર, તા. પડધરી)ને મોબાઈલમાં આઈ.ડી. બનાવી જુગાર રમતા પકડી લઈ રૃ. ૫૧૦૦ની રોકડ તથા મોબાઈલ મળી રૃા. ૨૫૧૦૦ની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે. જાડેજા, એએસઆઈ રાજદીપસિંહ, જયેશભાઈ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ તથા ભરતસિંહ, મહેશભાઈ, જયદીપસિંહ, શકિતસિંહ અને કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(3:55 pm IST)