Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં. ૨ અને ૯માં રકતદાન કેમ્પ

 આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હોય, તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા  યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં  શહેરના તમામ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ તકે  શહેરના વોર્ડ નં.ર અને વોર્ડ નં. ૯  માં રકતદાન કેમ્પ યોજાયેલં જેમાં રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,  સાંસદ મોહનભાઈ કુંડારીયા,  સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સહીતના અગ્રણીઓ દિપ પ્રાગટય કરી રકતદાન કેમ્પનો પ્રારંભ કરાવેલ.આ પ્રસંગે વિક્રમ પુજારા, મનુભાઈ વઘાશીયા, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, મનીષ રાડીયા, મીનાબા જાડેજા અજયસિહ જાડેજા,રક્ષાબેન વાયડા, પ્રદીપ નીર્મળ, વીરેન્દ્ર ભટ્ટ, હિરન સાપરીયા, જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી,  રૂપાબેન શીલુ, શીલપાબેન જાવીયા, આશીષ ભટ્ટ, કમલેશ શર્મા, હીરેન રાવલ, પૃથ્વીરાજસિહ વાળા સહીતના ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાના નેતૃત્વમાં પુર્વેશ ભટ્ટ, પાર્થરાજ ચૌહાણ,  દેવકરણ જોગરાણા,પ્રવીણ સેગલીયા, દેવ ગજેરા, પાર્થ મોરસોણીયા,  કરણ સોરઠીયા, કેવલ કાનાબાર,  સહદેવ ડોડીયા, કેયુર અનડકટ, નીરવ રાયચુરા, દર્શન પંડયા  યુવા મોરચાના શહેરના હોદેદારો તેમજ તમામ વોર્ડના વોર્ડપ્રમુખ,મહામંત્રી, કારોબારી સભ્યો  સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:45 pm IST)