Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોટેલ ધ વિલેજનું નવુ સાહસ

સર્વેશ્વર ચોકમાં ૧ ફેબ્રુઆરીથી 'એમટીવી ફાસ્ટ-ફુડ એન્ડ પાર્સલ પોઇન્ટ'નો થશે શુભારંભ

અવનવી વાનગીઓનો સ્વાદ માણી શકાશેઃ પાંચ કિ.મી. સુધી પાર્સલ સુવિધા

રાજકોટઃ તા.૨૮, રંગીલા રાજકોટના રંગલા રાજકોટવાસીઓ દરેક દિવસને એક તહેવારની જેમ જ મનાવે છે. જીવનના એક દિવસને જીવી લેવાનો માણી લેવાનો સ્વભાવ દરેક રાજકોટવાસીઓના રગેરગમાં છે. અને તેમાં પણ સ્વાદનો ટેસ્ટ રાજકોટવાસીઓની આગવી ઓળખ છે.

રાજકોટવાસીઓના આ સ્વાદ ટેસ્ટને પારખી છેલ્લા ૩૨ વર્ષથી મોટલ ધ વિલેજ (કાલાવડ રોડ) ઉપર કાર્યરત છે. એમટીવી તેમની ઉત્કૃષ્ટ સેવા શ્રર્વોતમ સ્વાદ પોષ્ટીક વાનગીઓના રસથાળથી રાજકોટવાસીઓનો દરેક દિવસને તહેવારમાં બદલી સ્વાદ અને સેવાથી સંતુષ્ટ કરે છે.

રાજકોટવાસીઓની ઘણા વર્ષોથી એવી પ્રબળ ઇચ્છા હતી કે મોટલ ધ વિલેજ રાજકોટ શહેર મધ્યે પણ તેની નવી શાખા ખોલે અને હવેએ ઇચ્છા આતુરતાનો અંત આવી રહેલ છે. તા.૧ લી ફેબ્રુઆરીના શુભદિને શહેરના પ્રખ્યાત રાજમાર્ગ એવા ડો. યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોકમાં એમટીવી ફાસ્ટ ફુડ એન્ડ પાર્સલ પોઇન્ટની શુભ શરૂઆત કરી રહેલ છે. એમટીવીની એજ પારિવારીક વાતાવરણ સર્વોતમ પોષ્ટીક સ્વાદ-ઉતકૃષ્ટ સેવા સાથે સેવામાં હમેંશા ઉપલબ્ધ રહેશે.

આ નવા સોપાન ખાતે કબાબ કાઉન્ટર ચટપટેકાઉન્ટર, સુપ સ્ટાર્ટર, પિઝા, હોટબેવરેજીસ, કોલ્ડ બેવરેજીસ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ડીસીસ, પંજાબી, ગુજરાતી થાળીનો લાભ ઉઠાવી શકાશે. 'હેપી અવર્સ' માં ચટપટી વાનગીની મજા માણી શકાશે. અમો ઝોમેટો- સ્વીગી સાથે કાર્યરત રહેશે તો પાંચ કિ.મી.ના વિસ્તારમાં ઘર બેઠા પણ પાર્સલ મેળવી શકાશે. પાર્સલ મેળવવા તથા વધુ માહિતી માટે મો.૯૭૨૬ ૮૦૮ ૮૦૮  સંપર્ક કરવામાં આવશે.

(2:42 pm IST)