Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ધોરાજી દરવાજા પાસે મકાનમાં એલસીબીનો દરોડો : ૩૫ બોટલ દારૂ સાથે બે પકડાયા

સાહિલ સુમરા અને શાહનવાઝ ઉર્ફે સાનુડાની ધરપકડ

રાજકોટ,તા. ૨૮ : ધોરાજી દરવાજા પાસે આવેલા એક મકાનમાં એલ.સી.બી.ની  ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૫ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ધોરાજીના દરવાજા વિસ્તારમાં આવેલા ચોક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા અને કોન્સ. કૌશીકભાઇ જોષીને બાતમી મળતા સ્ટાફ સાથે મકાનમાં દરોડો પાડી રૂ.૧૦,૫૦૦ની કિંમતની દારૂની ૩૫ બોટલ સાથે મકાન માલીક સાહિલ સલીમભાઇ સુમરા (ઉવ.૩૦) અને ઉપલેટા કુતુબખાના પાસે રહેતો શાહનવાઝ ઉર્ફે સાનુડો સલીમભાઇ હીંગોરા (ઉવ.૨૭)ને પકડી લઇ દારૂનો જથ્થો તથા મોબાઇલ મળી રૂ. ૧૫,૦૦૦ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી એલસીબીના પીઆઇ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.જે.રાણા, એ.એસ.આઇ મહેશભાઇ, હેડ કોન્સ. બાલકૃષ્ણભાઇ, શકિતસિંહ, નીલેશભાઇ, દીવ્યેશભાઇ, તથા કૌશીકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:32 pm IST)