Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

આદિત્ય સ્કૂલમાં ધ્વજવંદનઃ તિરંગો લહેરાયો

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૨માં રૈયા રોડ રેલ્વે બ્રીઝ પાસેના ચુડાસમા પ્લોટમાં છેલ્લા ૨૪ વર્ષથી ચાલતી આદિત્ય કિન્ડર ગર્ટન, પ્રાયમરી અને હાયર પ્રાયમરી શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે અવનવાં સાંસ્કૃતિ કાર્યક્રમો યોજીને ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી અને આઝાદીના સન્માનનીય પ્રતિક ત્રિરંગી રાષ્ટ્રધ્વજ લહેરાવીને વંદના કરી હતી.આ કાર્યક્રમમાં વોર્ડનં.૨ના કોર્પોરેટરશ્રી અને રાજકોટ મ્યુ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીના સદસ્ય મનીષભાઈ રાડિયા, એડવોકેટ અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વમંત્રી રજતભાઈ સંઘવી અને પ્રજાપતિ સમાજના યુવાઅગ્રણી હર્ષદભાઈ ઉનાગરે હાજરી આપીને ધ્વજવંદના કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષિકા બહેનો પ્રવિણાબા જાડેજા, પ્રિન્સીપાલ ભાવિશાબેન બાટવિયા, ખ્યાતિબેન બોરિયા, નેહાબેન ધાનક, રીમાબેન કરથરિયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંકલન, સંચાલન અને ફોટોગ્રાફી રીનાબેન ક્રિશ્ચિયને કરી હતી.

 

(2:29 pm IST)