Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

નાના મવા સર્કલ આવાસ કવાર્ટરમાંથી ૧.૧૦ લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: નાના મવા સર્કલ પાસે આવાસ યોજના કવાર્ટરના મેદાનમાં જીજે૦૩એચએ-૭૭૯૧ નંબરની ઇકો કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂ. ૧,૧૦,૪૦૦નો ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. આરોપીની શોધખોળ થઇ રહી છે.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેન સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશ ચાવડા, દિપક ડાંગર, સંજય ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, કિરતસિંહ ઝાલા સહિતે આ કામગીરી પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ કરી હતી. દારૂ અને કાર કોના છે? તે અંગે તપાસ થઇ રહી છે.

(3:49 pm IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • ખોટા સમાચાર ફેલાવવા બદલ પોતાનો પ્રોગ્રામ ન્યુઝ ચેનલે પ્રસારિત કરવાનું બંધ કરી દેતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઈન્ડિયા ટુડે ટીવી ન્યુઝ ચેનલ છોડી દીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે. access_time 8:51 pm IST

  • ખેડૂત આંદોલનના દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરના આ છે તાજા દ્રશ્યો access_time 3:00 pm IST