Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ભગવતીપરા નદી કાંઠે ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : 2,35 લાખની દારૂની 696 બોટલ જપ્ત : સાજીદ દલની ધરપકડ

રાજકોટ : રાજકોટ ભગવતિપરાના નદીકાંઠે ઓરડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચે 2,35 લાખની કિંમતની 696 દારૂની બોટલ સાથે આરોપી સાજીદ દળની દાહરપક્ડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 ડીસીપીપોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ,હેડ,કોન્સ, રાજેશભાઈ વાળા,રઘુવીરસિંહ વાળા,સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ભગવતીપરા મેઈન રોડ જયપ્રકાશનગર શેરી ન,17 પાસે પાણીની ખાણ પાસે ઓરડીમાંથી મેકડોવેલ્સ બોટલ 360 કિંમત 1,35 લાખ અને પાર્ટી સ્પેશિયલ દિલકશ વહીસકીનો બોટલ ન, 336 કિંમત 1,00,800 મળીને કુલ 2,35,800ના મુદ્દામાલસ આઠે સાજીદ યુસુફભાઇ દલ ( રહે,ભગવતીપરા,આશાબીરપીરની દરગાહ પાસે આઝમ ચોકની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી

 આ કામગીરીમાં ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ,સબ,ઇન્સ, એચ,બી, ધાંધલ્યા,પો,હે,કોન્સ, રાજેશભાઈ વાળા,અભિજીતસિંહ જાડેજા,પ્રદિપિંસનઃ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળા,સિધ્ધરાજસિંહ જાડેજા,ઇંદ્રજીતસિંહ ગોહેલ,અશોકભાઈ ડાંગર જોડાયા હતા

(10:57 pm IST)