Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સુચક અને ધામેચા પરીવારના લગ્નોત્સવમાં જીવદયાની પહેલઃ ચકલીના માળારૂપે કંકોત્રી

રાજકોટ તા ૨૮  : લગ્ન અવસરને પણ જીવદયા પ્રવૃતિમાં પલ્ટાવી દેવાનું  પ્રેરક કાર્ય સુચક અને ધામેચા પરિવારે કરી બતાવ્યું છે.

આ અંગે અકિલા ખાતે વિગતો વર્ણવતા જણાવ્યું કે, સુચક ચા પરિવારના સંચાલક ગોૈ વ્રતી અનિલભાઇ સુચક તથા મયુરી ટેકસટાઇલ્સ ના સંચાલક દિનેશભાઇ ધામેચા પરિવારના સંતાનોના લગ્નનાં અવસરમાં પક્ષીઓ પ્રત્યે અનોદી પહેલ કરી છે.

અ.સોૈ. ગીતાબેન તથા શ્રી અનીલકુમાર વૃજલાલ સુચકના પુત્રીના લગ્નમાં એવી કંકોત્રી છપાવી જેનો ચકલી ના માળા તરીકે ઉપયોગ થઇ શકે. આ દંપતી તેમજ વેવાઇ દંપતી અ.સોૈ. મીનાબેન તથા શ્રી દિનેશકુમાર પોપટભાઇ ધામેચા, નવ યુગલ ડોલી તેમજ આશિષ પશુપક્ષી પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે. આગામી ૧ ફેબ્રુઆરીના રોજ લગ્ન છે. લગ્ન પત્રિકાઓ સબંધી, મિત્રોને ત્યાં પહોચ્યા પછી તે કચરા પેટીમાં ન જાય અને તેનો સદ્ઉપયોગ થાય તે માટે કંકોત્રીને ફોલ્ડ કરતા ચકલીનો માળી બનીજાય તેવી છપાવી, તેમના સ્નેહીજનોને વિતરણ કરી છે.

મોંઘી કંકોત્રી છપાવીને નકામી બની જતી કંકોત્રીનો સદ્ઉપયોગ કરીને એક અબોલ પક્ષીઓ માટે સેવાનું કાર્ય કર્યુ. જો લોકો આવી ટુ ઇન વન કંકોત્રી છપાવે તો લુપ્ત થતી ચકલીની જાતિને બચાવી શકાય. અને આ કાર્ય માટે કોઇપણ જાતનો વધારાનો ખર્ચ કરવો પડે તેમ નથી. સમાજને ઉત્તમ સેવાનો માર્ગ બતાવનાર ચિ. ડોલી તથા ચિ. આશિષની કંકોત્રી ચકલીઓનું ઘર બની રહેશે.

પોતાના સંતાનના લગ્નની કંકોત્રીને ચકલીના માળા (ચકલીઘર) તરીકે બનાવી સોૈને મોકલવાના આ સત્યકાર્યની અનુમોદના શ્રીજીગોૈશાળાના પ્રભુદાસભાઇ તન્ના, રમેશભાઇ ઠક્કર, હોસ્પીટલ સેવા મંડળ પરિવાર, લતાબેન પોપટ, સુરેશભાઇ બાટવીયા, એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, કેયુરભાઇ સામાણી, નીશુભાઇ પંડિત સહિતના અગ્રણીઓએ કરી છે. અનિલભાઇ સુચક (મો. ૯૯૭૮૬ ૫૪૮૩૨),દિનેશભાઇ ધામેચા (મો. ૯૪૨૭૨ ૦૦૦૧૦) ના આ પ્રેરક કાર્ય બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દિનેશ ધામેચા અને કેયુર સામાણી તથા ઇન્સેટમાં ચિ. ડોલી, અને ચિ. આશિષ નજરે પડે છે. (તસ્વીર વિક્રમ ડાભી)

(3:46 pm IST)