Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ડો. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં રવિવારથી નવનીત રાઠોડના કલાત્મક ચિત્રોનો વન મેન શો

રાજકોટ, તા. ર૮ : રેસકોર્સ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ખૂબ પ્રતિષ્ઠીત કલાકારશ્રી નવનીત રાઠોડ(મો. ૯૭ર૩૩ ૧૬૯૧ર)ના અમૂર્ત પ્રકારના ચુનંદા ૩૦ (ત્રીસ) ચિત્રોનો વન-મેન-શો આગામી તા. રજી ફેબ્રુઆરી (રવિવાર) થી પમી ફેબ્રુઆરી (બુધવાર) સુધી દરરોજ સવારના ૧૦થી ૧ અને સાંજના ૪ થી ૮ દરમિયાન યોજાશે.

આ બધા જ ચિત્રો મિશ્રીત માધ્યમો ખાસ કરીને એક્રાઇલી અને ઓઇલ્સમાં તૈયાર થયેલા છે. કલાકારના ઘણા ગ્રુ શો અગાઉ રાજકોટમાં અને બીજા શહેરોમાં પણ થઇ ચૂકયા છે, પરંતુ રાજકોટમાં તેમનો આ પહેલો જ વન-મેન-શો યોજાઇ રહ્યો છે.

તેમના ચિત્રો રાજય અને રાજય બહારની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સ્વીકૃત અને પુરસ્કૃત થયેલ છે. અભ્યાસ કાળથી તેમને ચિત્રોનો લગાવ છે. ફાઇન આર્ટસ કોલેજના પ્રાધ્યાપકો સી.ડી. મીસ્ત્રી અને નાગજીભાઇ ચૌહાણનું માર્ગદર્શન તેમના કલા ઘડતરમાં પાયારૂપ બન્યાનું તેવો જણાવે છે. અભ્યાસ બાદ તુરંત ડીઝાઇનર કલાકાર અને પછી કલાશિક્ષકના વ્યવસાયએ તેમની કલાને તાજી અને નિપૂણ રાખી છે.

(3:41 pm IST)