Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

વિકાસ વિદ્યાલયની વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન

રાજકોટ : શ્રી વિકાસ વિદ્યાલય સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારે 'બેટીને સલામ દેશને નામ' થીમ પર ઉજવવાનું નક્કી કરેલ હોય શાળાની ધો.૫માં અભ્યાસ કરતી શ્રી વાસ પ્રિયા સંજુભાઈના હસ્તે ધ્વજવંદન કરેલ. આ પ્રસંગે ઢેબર રોડ પર આવેલ દેના બેંકના ઓફીસરવન તરીકે ફરજ બજાવતા. શ્રી પ્રિયકર શાયકર હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરેલ. કાર્યક્રમમાં જીતેન્દ્રભાઈ કુકડીયા, બલેગરીથી શ્રી મેગી, વોર્ડ નં.૭ના ભાજપના મહામંત્રી રમેશભાઈ પંડ્યા, રમેશભાઈ દોમડીયા પ્રમુખ, મહિલા મોરચાના કારોબારી કોમલબેન કારીયા, જયોતિબેન ભટ્ટ, જયદીપભાઈ બોરીચા, મોહીતભાઈ મેયડ અને ચિંતનભાઈ વેગડ ઉપસ્થિત રહેલ. બાળકોએ રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરેલ. શાળાના વિદ્યાર્થીઓએ ડ્રમના તાલ સાથે માસપીટીના દાવ રજૂ કરી દેશભકિતના ગીતો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ તેમ આચાર્ય શ્રી એસ.જી.ગોહેલની યાદી જણાવે છે.

(3:31 pm IST)