Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હવે ટેબ્લેટ દ્વારા એજ્યુકેશન : શિક્ષણ સમિતિ આધુનિકતાના માર્ગે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૧૨૯.૬૨ કરોડનું બજેટ રજૂ કરતા ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર : સ્પોર્ટસ સંકુલ બનાવાશે : ગુરૂવંદના એવોર્ડ, નિવૃત્ત શિક્ષક સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજરોજ બોર્ડ બેઠકમાં સને ૨૦ર૦-૨૧ નંુ ૧ર૯ કરોડ, ૬૨ લાખનું બાળકોના સર્વાગી વિકાસને ઘ્યાને રાખી બજેટ રજ્ કરતા ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ. બજેટને સર્વાનુમતે મંજર કરવામાં આવેલ હતં. અધ્યક્ષ નરેન્દ્રસિંહએ વધુમાં જણાવેલ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે સતત ચિંતિત હોય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાર વિનાના ભણતર અને અત્યંત આધુનિક શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે તેમને ટેબ્લેટ મારફત ડિઝીટલ, સ્માર્ટ અને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે. તેમજ બાળકોને શાળામાં જરૂરીયાત મુજબની પુરતી ભૌતીક સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.

આજરોજ રજુ કરાયેલ બજેટમાં ગણીત-વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા તથા ગુરૂવંદના એવોર્ડ, નિવૃત શિક્ષક સન્માન, તેજસ્વી વિધાર્થી સન્માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે. ધોરણ-૧ થી ૮ ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સની જોગવાઈ કરીને બાળકોને સ્માર્ટ શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવેલ. તેમજ કોમ્ય્યુટરના શિક્ષણનો વ્યાપ વધારવા માટે અલગ વર્ગો શરૂ કરાશે. શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા બાળકોને ગરમા-ગરમ અને પોષણયુકત આહાર મળે તે માટેની જોગવાઈ. અમેરીકન ઈન્ડીયા ફાઉન્ડેશન (AIF) દ્વારા શિક્ષણ સમિતિની પસંદગીની શાળાઓમાં આધુનિક STEM LAB સીસ્ટમથી વિજ્ઞાનના પ્રયોગો દ્વારા શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા-રાજયની રમત-ગમત સ્પર્ધામાં તેજસ્વી વિદ્યાર્થીઓની કુદરતી શકિત બહાર લાવવા તેમજ એક નવી દિશા આપવા માટે સ્પોર્ટસ સંકુલ બનાવાશે.

ઉપરાંત ૨૦૨૦-૨૧ માં આવતી શાળાની જાહેર-સ્થાનિક રજા મંજુર કરવામાં આવેલ. આજરોજ શિક્ષણ સમિતિની બોર્ડ મિટીંગમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકર અને વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્ય કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, જગદિશભાઈ ભોજાણી, સંજયભાઈ હિરાણી, ભાવેશ દેથરીયા, કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, ગૌરવીબેન ધ્રુવ, ધિરજભાઈ મુંગરા, રહિમભાઈ સોરા, રાજેશભાઈ ત્રીવેદી, એ બજેટ ચર્ચામાં ભાગ લીધેલ હતો.

(3:30 pm IST)