Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બાઇકમાં કાર અડાડી દીધી માથે જતાં ડખ્ખોઃ બાઇકથી પીછો કરી જયદિપ દયાણી પર હુમલો

મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા પાસે ચડભડ બાદ જલારામ પંપ પાસે આંતરી ધોલધપાટ કરીઃ પત્રકાર કોલોનીના સિંધી યુવાનને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર એરપોર્ટ પાછળ પત્રકાર કોલોનીમાં રહેતાં અને પ્રાઇવેટ જોબ કરતાં જયદિપ અમૃતલાલ  ઁદયાણી (ઉ.વ.૨૩)નો કાલાવડ રોડ અન્ડર બ્રીજથી જલારામ પંપ સુધી પીછો કરી ત્રણ શખ્સોએ ધોલધપાટ કરતાં સારવાર લેવી પડી હતી. આ યુવાનના બાઇક સાથે એક શખ્સની કાર અડી ગઇ હતી. તેને ધ્યાન રાખવાનું કહેતાં આ ડખ્ખો થયો હતો.

જયદિપ દયાણી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને ત્રણ શખ્સોએ મારકુટ કર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસમાં જાણ કરી હતી. જયદિપ પ્રાઇવેટ નોકરી કરે છે. તે પોતાનું એકટીવા હંકારીને મહિલા કોલેજ નજીક મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા પાસેથી ટર્ન લઇ રહ્યો હતો ત્યારે પાછળ એક શખ્સની કાર અડી જતાં જયદિપે તેને ધ્યાન રાખવાનું કહેતાં ચડભડ થઇ હતી.

એ પછી કાર ચાલક કોઇ સાથે ફોનમાં વાત કરવા માંડતા જયદિપ એકટીવા હંકારી આગળ વધ્યો હતો. તે આગળ જલારામ પંપ પાસે પહોંચ્યો ત્યાં કાળા પલ્સર પર ત્રણ શખ્સો આવ્યા હતાં અને તેને આંતરી શું તું સીન કરે છે? તેમ કહી મારકુટ કરી ભાગી ગયા હતાં. માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)