Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઠાકોર સાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજ્યાભિષેક તથા રાજતિલક મહોત્સવ:વિવિધ કાર્યક્રમો

માં આશાપુરાના દર્શન કરી કાર્યક્રમોની શુભ શરુઆત: રણજિત વિલાસ પેલેસમાં દેહ શુદ્ધિ, દસ વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન

રાજકોટ : ઠાકોર સાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજ્યાભિષેક તથા રાજતિલક મહોત્સવ અંર્તગત વિવિધ કાર્યક્રમો યોજાયા છે આજે સાંજે ૪ થી ૬: દેહ શુદ્ધિ, દસ વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત, વગેરે .

ગ્રાઉન્ડ નં.૧, રણજીત વિલાસ પેલેસ,પેલેસ રોડ, રાજકોટ યોજાયા હતા 

  કાલે ૨૮ જાન્યુઆરીએ સવારે ૯ થી ૧ : રાજતિલક નિમિત્તે મહાયજ્ઞનો પ્રારંભ થશે ,માતૃકા પૂજન, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન, વગેરે જયારે બપોરે ૩ થી ૬.૩૦ મહાયજ્ઞના મંત્રોનો પ્રધાન હોમ,જળયાત્રા, સાયં પૂજન, વગેરે.કાર્યક્રમો રણજિત વિલાસ પેલેસ, પેલેસ રોડ,ગ્રાઉન્ડ નં.૧ ખાતે યોજાનાર છે

બપોરેv ૧૨ થી  ૨ ક્ષત્રીય દીકરા-દીકરીઓ દ્વારા પરંપરા અને શૌર્યના નિદર્શન સમા તલવાર રાસ (વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ).  સ્થળઃ ડ્રાઇવઇન સિનેમા ગ્રાઉન્ડ, કાલાવડ રોડ,રાજકોટ.

સાંજે ૩-૩૦  થી ૬-૩૦  વિશાળ અને ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા.(વિન્ટેજ મોટરો, જુની બગીઓ,ઘોડા, હાથી,બળદગાડાં,ઢોલ-શરણાઇ સાથે)

નગરયાત્રાનો રુટ પેલેસ રોડ, કેનાલ રોડ, ભૂતખાના ચોક, માલવિયા પેટ્રોલ પમ્પ, યાજ્ઞિક રોડ,જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી, લીમડા ચોક, ત્રિકોણ બાગ, લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ થઇ પેલેસ રોડ પર સમાપન.

નગરયાત્રામાં સંતો,મહંતો, ભાયાતો પણ બગી,વિન્ટેજકારમાં બિરાજમાન થશે.

૨૯ જાન્યુઆરીએ  સવારે ૮-૩૦ થી ૧ : પૂજન વિધિ, સંધ્યા પૂજન, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદો માંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર,વિગેરે બપોરે ૩ થી ૬ -૩૦ : જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટિ હોમ. ૫૧ બ્રાહ્મણો દ્વારા તીર્થોથી આવેલા જળનો અભિષેક, સાયં પૂજન, ઔષધિઓ દ્વારા અભિષેક, વગેરે કાર્યક્રમો ગ્રાઉન્ડ નં.૧ , રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ.થશે સાંજે ૬-૩૦ થી ૯-૩૦ જ્યોતિપર્વ અંતર્ગત રાજકોટના ૩૦૦ થી વધુ  સર્વ સમાજના લોકો આશરે  ૭ હજાર દીપ પ્રગટાવશે. દીપ દ્વારા રાજકોટ રાજ્યનું રાજ ચિન્હ બનાવશે. (વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ) 

રણજિત વિલાસ પેલેસ, ગ્રાઉન્ડ નં.3. ખાતે યોજાશે 

 જયારે 30મી જાન્યુઆરીએ  ગ્રાઉન્ડ નં.ર , રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ. ખાતે રાત્રે ૯ થી ૧ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં કવિ અંકિત ત્રિવેદી અને સંગાથી કલાકારો. ભાતીગળ લોકડાયરોમાં રમઝટ બોલાવશે જેમાં લોક સાહિત્યકારોઃ પદ્મશ્રી ભીખુદાન ગઢવી, બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી અને સાથીઓરણજિત વિલાસ પેલેસ, ગ્રાઉન્ડ નં.3 પેલેસ રોડ,રાજકોટ ખાતે યોજાશે

રાજતિલક વિધી અને અન્ય કાર્યક્રમોમાં ગુજરાત અને ભારતભર માંથી વિવિધ રાજવીઓ,એમના પરિવારજન ઉપસ્થિત રહેશે.

(9:02 pm IST)