Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રદ થયેલી 36 લાખની ચલણી નોટો સાથે 3 શખ્સને પકડ્યા

આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે આવેલ બંસીધર કાટા સામે રામપાર્કના ખુણેથી જુની ચલણી નોટો રોકડા રૂ. ૩૬,00,000/- મળી કુલ મુદામાલ રૂ. ૩૬, ૨૫,૦૦૦/- સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ  તથા ડી.સી.પી. ઝોન - ૧ પ્રવિણકુમાર મીના  તથા ડી.સી.પી. ઝોન - ૨  મનોહરસિંહ જાડેજા  તથા એ.સી.પી. ક્રાઇમ  ડી.વી.બસીયાએ અસરકારક પેટ્રોલીંગ ફરી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા સુચના આપેલ હોય તેમજ અમો પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ રાજકોટ રાજકોટ, આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે આવેલ બંસીધર કાટા સામે આવેલ રામપાર્કના ખુણેથી નીચે જણાવેલ નામ વાળા આરોપીને પકડી તેના વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એચ.બી.ધાંધલ્યા તથા તેમની ટીમના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા શકિતસિંહ ગોહિલને મળેલ હકીકતના આધારે કામગીરી કરી છે.

અટક કરેલ આરોપીઓઃ

(૧) મેહુલ ઉર્ફે મૌલીક લાલજીભાઇ બાબરીયા ઉ.વ. ૩૧ રહે. ગામ ધોરાજી તા. ધોરાજી જી. રાજકોટ હાલ (રહે.વાવડી આકાર હાઇટસ ફલેટ ને. ર૦૧, માઘવ ગૌશાળાથી આગળ ભાડેથી રાજકોટ), (૨) હરેશભાઇ જેસંગભાઇ ચાવડા ઉ.વ. ૪૩ (રહે. રામપાર્ક શેરી નં.૩, આજીડેમ ચોકડી પાસે, બંસીધર કાટાની સામે, ભાડેથી રાજકોટ મુળ રહે. ગામ મઢડા તા. જસદણ જી. રાજકોટ)

(૩) દિલીપ બાઘાભાઇ ચાવડા ઉ.વ. ૩૦ રહે. રહે. રામપાર્ક શેરી નં.૩, આજીડેમ ચોકડી પાસે, બંસીધર કાટાની સામે, ભાડેથી રાજકોટ મુળ રહે. ગામ મઢડા તા. જસદણ જી. રાજકોટને પકડ્યા છે.

કજે કરેલ મુદામાલ

(૧) સરકાર ધ્વારા રદ કરવામાં આવેલ જુની ચલણી નોટો જેની જુની કિ.રૂ. ૩૬,૦૦,૦૦૦/- તથા હાલની કિ.રૂા. ૦૦/૦૦ તથા

(૨) પ્લેન્ડર મો.સા.ની કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૬,૨૫,૦૦૦/

કામગીરી કરનામ અધિકારી/ કર્મચારીઓ

પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યા, પોલીસ હેડ કોન્સ્ટબલ રધુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા પોલીસ કોન્ટેબલ શકિતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર.

(8:59 pm IST)