Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

કોંગ્રેસે દેશને સ્થિર અને પ્રજાલક્ષી શાસન આપ્યુઃ કાલે સ્થાપના દિન

રાજકોટ તા. ર૭: કોંગ્રેસ એક રાષ્ટ્રીય ચળવળના રૂપમાં અસ્તિત્વમાં આવેલ અને સમય જતા તે દરેક ભારતીયનો અવાજ બનીને ઉભરી આવેલપક્ષ છે. ર૮ ડિસેમ્બર કોંગ્રેસનો સ્થાપના દિવસ છે.  ચેાો ઇતિહાસ અનેક બલીદાનો, શહાદત, ત્યાગ, સંઘર્ષ, આંદોલનો અને દેશભકિતથી ભરપુર છ.ે  કોંગ્રેસ પક્ષ છે જેના નેતૃત્વમાં ૧પ૦ વર્ષની ગુલામીની જંજીરો તુટી અને દેશ આઝાદ થયો. કોંગ્રેસની આગેવાનીમાં જયારે આઝાદીની લડાઇ ચાલતી હતી. ત્યારે સત્તા, ચુંટણી કે ખુરશીની વાત ન હતી. આ લડતમાં અનેક કોંગ્રેસી, સત્યાગ્રહીઓએ અંગ્રેજ સીપાઇઓની ચાબુકના ફટકા ખાધા, લાઠીઓ ખાધી, જેલ ભોગવી, સામી છાતીએ બંદુકની ગોળીઓ ઝીલી, તોપના નાળચે બંધાણા અને હસતા મુખે ફાંસીને માચળે ચઢી મોત મીઠુ કર્યુ. જેઓનું ધ્યેય માત્રને માત્ર માતૃભુમિને સ્વતંત્રતા અપાવવાનું જ હતું. આ પક્ષને દેશના અનેક મહાન સપૂતોએ નેતૃત્વ પુરૂ પાડયુ છે અને તેમના મહાન વિચારોનો ભવ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે. પૂ. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લ્ભભાઇ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, લાલબહાદુર શાસ્ત્રી ડો. આંબેડકર, શ્રીમતી ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા ત્યાગ અને બલીદાનના પ્રતિક સમા અનેક મહાપુરૂષોએ આ પક્ષનું નેતૃત્વ કર્યુ છે. કોંગ્રેસ પક્ષ છેલ્લા ૧૩ર કરતા વધુ વરસોથી દેશને નેતૃત્વ પુરૂ પાડી રહ્યો છ.ે આઝાદી બાદ પણ જયારે જયારે રાષ્ટ્રની એકતા અને અખંડીતતા પર જોખમ ઉભુ થયું છે ત્યારે ત્યારે દરેક કોંગ્રેસ માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેવા પણ તત્પર રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રવાદ માત્ર દેશની સીમાઓના રક્ષણ પુરતો સીમીત નથી. કોંગ્રેસજન માટે રાષ્ટ્રનું ઘડતર જે મુલ્યોના આધારે થયું છે તે મુલ્યોની રક્ષા કરવી તે પણ એટલું જ અગત્યનું છે. કોંગ્રેસ માને છે કે ભારતની અખંડિતતા બાબતે કોઇ સમાધાન થઇ શકે નહી.

આઝાદી પછી મોટા ભાગનો સમય કોંગ્રેસે જ દેશને સ્થિર અને પ્રજાલક્ષી શાસન આપ્યું છ.ે બહારના આક્રમણ સામે કોંગ્રસના નેતૃત્વવાળી સરકારોએ હંમેશા રાષ્ટ્રની સીમાઓનું મજબુતાઇથી રક્ષણ કર્યુ છે. શ્રીમતી ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના સમયમાં ૧૯૭૧ નું પાકિસ્તાન સામેનું યુદ્ધ જે બાંગલાદેશના સર્જનમાં પરિણમ્યું તથા પ્રથમ અણુધડાકો -આ બન્ને ઘટનાઓ દ્વારા સમગ્ર વિશ્વને એક સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો કે ભારત શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માને છે પણ સાથે સાથે કોઇપણ જાતના બાહ્ય હુમલાઓ સામે પોતાનું મજબુતાઇથી રક્ષણ કરવા સક્ષમ છ.ે આવી અનેક ઐતિહાસીક ઘટનાઓ કોંગ્રેસની દેન છે.

આ ઉપરાંત કોંગ્રેસના શાસનકાળમાં પીવાના પાણીની યોજનાઓ, સિંચાઇ યોજનાઓ, વિદ્યુતિકરણ, દવાખાનાઓ, શાળા-કોલેજો, રોડ-રસ્તાઓ, ડેમો, વિમાન મથકો, બસ ડેપો, રેલ્વે સ્ટેશનો, આવાસ યોજનાઓ, ટેકીનકલ અને મેનેજમેન્ટની શૈક્ષણીક સંસ્થાઓ, મધ્યાહન ભોજન યોજના, પેન્શન યોજના, શિષ્યવૃતિ યોજનાઓ, જાહેર વિતરણ પ્રણાલી, પાક વિમા યોજના, મનરેગા, માહિતી અધિકાર, મફત શિક્ષણ જેવી અનેક લોકલક્ષી યોજનાઓ લાવ્યા.ડો. મનમોહનસિંહની આગેવાનોમાં અનેક આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા જેને વિકાસને વેગ આપ્યો.

કોંગ્રેસની વિચારધારાના કેન્દ્રમાં માનવીય મુલ્યોનું રક્ષણ અને લોકશાહીની રક્ષા રહેલા છે અને એટલે જ કોંગ્રેસનું ટકવુ દેશ હિતમાં ખુબ જરૂરી છે. કોંગ્રેસ મુકત ભારતની વાતો માત્ર બકવાસ છે. લોકશાહીના પર્વ સમી ચુંટણીઓમાં હાર-જીત ગૌણ છ.ે રાષ્ટ્ર હિતમાં લડતા રહેવું એ દરેક કોંગ્રેસજનની ફરજ છે. દેશ સામેના પડકારોનો સામનો કરવા હંમેશ તત્પર રહેશું એવો આ દિવસે સંકલ્પ કરીએ એજ કોંગ્રેસ દિનની સાચી ઉજવણી છ.ે

: સંકલન :

મનસુખભાઇ કાલરિયા

કોર્પોરેટરઃ વોર્ડ નં.૧૦

મો. ૯૪ર૬૯ ૯૪૪પ૦

(3:54 pm IST)