Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

નવી નિમણુંક પામેલા નોટરીઓને તાત્કાલીક રજીસ્ટ્રેશન નંબર ફાળવવા વડાપ્રધાનને પત્ર

રાજકોટ બાર એસો.દ્વારા નોટરીઓના પ્રશ્ને યોગ્ય કરવા પત્રમાં રજુઆત

રાજકોટ તા.૨૭: નવી નીમણુંક પામેલ નોટરીશ્રીઓને તાત્કાલીક રજીસ્ટ્રેશન નંબર ફાળવવા અંગે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીને રાજકોટ બાર એશોસીએશનની લેખીત રજુઆત કરતા પત્ર મોકલવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૯મા નવા નોટરીઓની નીમણુંક માટેના ઇન્ટરવ્યુની પ્રોસેસ સમગ્ર ભારતમા આપના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ જેના ભાગરૂપે સમગ્ર ભારતમા નવા નોટરીઓના ઇન્ટરવ્યુઓ લઇ તમામ નોટરીઓને તેમની એપોઇન્ટમેન્ટના લેટરો આપના મંત્રાલય દ્વારા મોકલી આપવામાં આવેલ હતા.

આશરે છેલ્લા ૪ માસ જેટલો લાંબો સમય પસાર થઇ ગયેલ હોવા છતા પણ તેઓને આજદિન સુધી તેમના નોટરી રજીસ્ટ્રેશન નબરોની ફાળવણી કરવામાં આવેલ નથી જેના કારણે નવનીયુકત નીમણુંક પામેલા પોતે નોટરી થઇ ગયેલ હોવા છતા તેઓ નોટરી પ્રેકટીસ કરી શકતા નથી.

નવા નીમણુક પામેલા નોટરી અને જાહેર જનતાના વિશાળ હિતને ધ્યાનમા લઇ તાત્કાલીક ધોરણે તેમને રજીસ્ટ્રેશન નબર ફાળવાય તે અગે યોગ્ય કરવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીને, મીનીસ્ટ્રી ઓફ નોટરી સેલ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી, કાયદા મંત્રી શ્રી, તેમજ કલેકટરશ્રી રાજકોટને લેખીત રજુઆત રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામાં આવેલી હતી જેને (૧)રાજકોટ બાર એશોસીએશનના રાજાણી બકુલભાઇ વિનોદરાય (પ્રમુખ), (૨)ઇન્દ્રસિંહ ઝાલા (ઉપ પ્રમુખ) (૩)ડો.જીજ્ઞેશભાઇ જોશી (સેક્રેટરી) (૪)કેતનભાઇ દવે (જોઇન્ટ સેક્રેટરી) (૫)રક્ષીતભાઇ કલોલા (ટ્રેઝરર) (૬)સંદીપભાઇ વેકરીયા (લાયબ્રેરી સેક્રેટરી) તથા કારોબારી સભ્ય શ્રીઓ (૭) અજયભાઇ પીપળીયા (૮)કેતનભાઇ મંડ (૯)ધવલભાઇ મહેતા (૧૦) પીયુષભાઇ સખીયા (૧૧) વિજયભાઇ રૈયાણી (૧૨) પંકજભાઇ દોગા (૧૩)વિવેકભાઇ ધનેશા (૧૪)મનીષભાઇ આચાર્ય (૧૫)કૈલાશભાઇ જાની (૧૬) રેખાબેન તુવાર દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.

(3:38 pm IST)