Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

રાજકોટ જીલ્લા કલેકટરની ચિંતન શીબીરઃ પ્રાણાયમ-યોગા બાદ અપૂર્વમૂની સ્વામી-જય વસાવડા-અંજૂ દીદી-ચેતન ગણાત્રા-ચરણસિંહના વકતવ્યો

સરકારી ફરજમાં નિષ્ઠાના લેવાતા સંકલ્પોઃ ટાઇમ મેનેજમેન્ટ ઉપર પણ ભાર મુકાયો... : ધોળકીયા સ્કૂલના બાળકો દ્વારા અદ્દભૂત ગણેશ સ્તુતિઃ RTI-ર૦૦પના કાયદા અંગે સમજ અપાઇ...

રાજકોટ શહેર-જીલ્લા કલેકટરની ચિંતન શીબીર સવારે ૯ થી બપોરે ર સુધી રામકૃષ્ણ આશ્રમના હોલમાં યોજાઇ હતી. તસ્વીરમાં પ્રારંભે પ્રાણાયમ-યોગા કરી રહેલા ઇન્ચાર્જ કલેકટર શ્રી રાણાવસીયા, એડી.કલેકટર શ્રી પરિમલ પંડયા, અને અન્ય ડે.કલેકટરો નજરે પડે છે, નીચેની તસ્વીરમાં ઉપસ્થિત ર૦૦ થી વધુ મામલતદાર ડે. કલેકટરો જણાય છે, છેલ્લી તસ્વીરમાં પ્રાણાયમ-યોગા, કરાવતા શ્રીશ્રી રવિશંકર મહારાજના અનુયાયીઓ જણાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૭ : રાજકોટ શહેર-જીલ્લા કલેટર તંત્રના તમામ અધીકારીઓની ચિંતન શીબીર આજે સવારે ૯ થી બપોરે ર સુધી રામકૃષ્ણ આશ્રમના હોલ ખાતે યોજાઇ હતી.

કલેકટર શ્રી રાણાવસીયા, એડી.કલેકટર શ્રી પરિમલ પંડયા, સીટીપ્રાંત-૧, સીટીપ્રાંત-ર, ડીએસઓ સહિત જીલ્લાના તમામ ડે. કલેકટરો-મામલતદારો-નાયબ મામલતદારો-કલાર્ક-તલાટી સહિત કુલ રરપ જેટલા કર્મચારીઓ-અધીકારીઓ ભાગ લઇ રહ્યા છ.ે

પ્રારંભે ૯ વાગ્યે શ્રીશ્રી રવીશંકર મહારાજના અનુયાયીઓ દ્વારા પ્રાણાયમ-યોગ કરાવાયા હતા.

ત્યારબાદ બીએપીએસના શ્રી અપૂર્વમૂનિસ્વામી, જાણીતા કટાર લેખક શ્રી જયવસાવડા, સીટીપ્રાંત-ર શ્રી ચરણસિંહ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ, સહિતની બાબતે પ્રેરક વકતવ્યો થયા હતા, માર્ગદર્શન અપાયું હતું.

ત્યારબાદ ગ્રુપવાઇઝ મહેસુલી કામગીરી, તેમાં પડતી મૂશ્કેલીઓ અંગે ખાસ સંવાદ યોજાયો હતો, દરેક ગ્રુપમાં એક નિષ્કર્ષ નીકળ્યું હતુ઼., કે ફાઇલ મેનેજમેન્ટને કારણે કર્મચારીઓ ઉપર સ્ટ્રેસ વધુ થાય છે, આથી ફાઇલોનો ઝડપી નિકાલ થાય, કામ કલીયર થાય તે અંગે સંકલ્પ લેવાયો હતો.

પ્રારંભમાં શ્રીશ્રી રવિશંકર મહારાજની સંસ્થા આર્ટ ઓફ લીવીંગના ડો. હેમાંગ જાનીએ પ્રાણાયામ યોગા કરાવ્યા હતા, ત્યારબાદ ધોળકીયા સ્કૂલના બાળકો દ્વારા અદ્દભૂત ગણેશ સ્તુતી અને પ્રાર્થના રજૂ કરાઇ હતી.

દિપ પ્રાગટય કલેકટર અને મહેમાનોના હસ્તે થયા બાદ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ સ્વાગત પ્રવચન અને ઇન્ચાર્જ કલેકટર શ્રી રાણાવસીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પછી BAPSના શ્રી અપૂર્વમૂનિ સ્વામીએ તણાવમુકત જીવન અંગે, જાણીતા લેખક શ્રી જય વસાવડાએ કર્મણ્યે વાધિકા રસ્તે (ગીતા સંદેશ) ઉપર, શ્રી રામકૃષ્ણ આશ્રમના શ્રી વેદનિષ્ઠાનંદજી સ્વામીએ ''સેવા'' શું છે તે અંગેનું પ્રેરક વકતવ્ય આપ્યું હતું.

ત્યારબાદ બ્રહ્માકુમારી સંસ્થાના શ્રી અંજૂ દીદી ટાઇમ મેન્જમેન્ટની કળા, તો RTI-ર૦૦પના કાયદાની સરળ સમજ રૂડાના સીઇઓ શ્રી ચેતન ગણાત્રાએ જણાવી હતી. ખાસ કરીને સરકારી ફરજમાં નિષ્ઠા ઉપર નવા આવેલા શ્રી સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે રજુ કરી હતી, અને તે અંગે ઉપસ્થિત તમામ કર્મચારીઓ-અધીકારીઓએ સંકલ્પ લીધા હતા, આભાર વિધી બપોરે ર વાગ્યે ધોરાજી પ્રાંત શ્રી જી. વી. મીયાણીએ કરી હતી.

(3:49 pm IST)