Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

બાલભવનમાં બાલમહોત્‍સવ

 રાજકોટઃ બાલભવન રાજકોટ દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીનાં બાળકો માટે આયોજીત સાંસ્‍કૃતિક સ્‍પર્ધાન અંતગર્ત વેશભૂષા સ્‍પર્ધા (ધો.૧,૨)ની રાખવામાં આવેલ. જેમાં મુખ્‍યમહેમાનપદે મેયર જૈમીનભાઈ ઉપાધ્‍યાય, સંજયભાઈ સાગઠીયા, પ્રોગ્રામ એકજીકયુટીવ, અમદાવાદ તથા તૃપ્‍તિબેન ગજેરા પ્રિન્‍સીપાલ, ક્રિષ્‍ના સ્‍કૂલ દિપપ્રાગટય કરીને ઉદ્‌ઘાટન કરેલ વેશભૂષા સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી રીટાબેન કોટક તથા બિન્‍દુબેન ગાંધીએ સેવા આપેલ. ૧૪૦ જેલટા બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ નંબરે અભય ખેર (વિશ્વરૂપ દર્શન) તથા દ્વિતીય વ્રજ કલ્‍યાયી(તિરૂપતિ બાલાજી) તથા તૃતીય નંબરે ફાતેમા હિરાણી (એલીયન) તથા ત્રણ બાળકો પ્રોત્‍સાહનરૂપે ભવ્‍ય રાવલ (શ્રીનાથજી) યશ્વી સાવલીયા (ન્‍યુઝપેપર), સીયા રોલા (લક્ષ્મીજી) વેશભૂષા પહેરીને વિજેતા બનેલ. વિજેતાઓને ઈનામો- પ્રમાણપત્રથી નવાજવામાં આવ્‍યા હતા.

 

 

(4:16 pm IST)