Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

એક્ષ્પાયરી ડેટ સરબત વેચવાનું કારસ્તાન

રાજમંદિર કોલ્ડ્રીકસમાંથી ૪પ બોટલ સરબતનો નાશ

યાજ્ઞિક રોડ પર સરબતના પાર્લરમાં આરોગ્ય ટુકડીનો સપાટો : ૬ કિલો વાસી ફ્રુટ મળી આવ્યુ: નોટીસ ફટકારાઇ : ૬ ડેરીઅોમાંથી દુધના નમૂના લેવાયા

રાજકોટ, તા. ર૭: મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સવારે યાજ્ઞિક રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ રાજમંદિર કોલ્ડ્રીકસમાં દરોડા પાડીને ૪પ બોટલ એકસપાયરી ડેટ વાળા સરબતનો નાશ કરાયો હતો.  આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ 'આજે સવારે ફ્રુડ ઇન્સ્પેકટરોની ટીમે યાજ્ઞિક રોડ પર આવેલ રાજમંદિર સરબતની દુકાનમાં ચેકીંગ હાથ ધરતા આ સ્થળે એકસપાયરી ડેટ વાળી ૪પ બોટલ સરબતનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરાયો હતો.'

આ ઉપરાંત સ્થળ ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં આ સ્થળેથી ૬ કિલો જેટલુ વાસી ફ્રુટ મળી આવ્યું હતું જેનો નાશ કર્યો હતો. આ તામ બાબતો અંગે આ દુકાનના સંચાલકને નોટીસ ફટકારવામાં આવી હતી.  આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધની ડેરીઓમાં ચેકીંગ હાથ ધરી ૬ જેટલી ડેરીઓમાંથી મીકસ દૂધ તથા ભેંસના દૂધના નામૂનાઓ લઇ રાજય સરકારની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયેલ. જે ડેરીઓમાંથી દૂધના નમૂનાઓ લેવાયા હતાં જેમાં (૧) લાખેશ્વર સોસાયટી મેઇન રોડ પર શિવશકિત ડેરીમાંથી મીકસ દૂધ (ર) ઢેબર રોડ શ્રદ્ધા સોસાયટીમાં આવેલ શ્રી કૈલાશ ડેરીમાંથી મીકસ દૂધ (૩) ઢેબર રોડ જવાહર સોસાયટીમાં આવેલ અરમાન ડેરીમાંથી ભેંસનું દૂધ (૪) સંતકબીર રોડ ઉપર માટેલ ડેરીમાંથી મીકસ દૂધ (પ) પેડક રોડની મનહર સોસાયટીમાં આવેલ હરે રામ હરે ક્રિષ્ણા ડેરીમાંથી મીકસ દૂધ (૬) ન્યુ નહેરૂનગર ૮૦ ફુટ રોડ પર આવેલ શ્યામ ડેરીમાંથી મીકસ દૂધ વગેરેનો સમાવેશ થાય છે.

(3:17 pm IST)