Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દોષનો ટોપલો સરકાર ઉપર

ગાંધીનગર સાથે સંકલનના અભાવે રાજકોટમાં અનેક યોજનાઓ ખોરંભે

લક્ષ્મીનગર નાલુ - સ્પોર્ટસ સંકુલ - માલધારી વસાહત સહિતની યોજનાઓમાં રાજ્ય સરકાર સાથે અસરકારક સંકલન ન થઇ શકયુઃ પાણીનુ મજબૂત નેટવર્ક - સ્માર્ટ સીટીની યોજનાઓ સાકાર થયાનો સંકેતઃ બજેટની સમીક્ષા કરતા બંછાનિધી પાની

રાજકોટ તા. ર૭: મ્યુ. કોર્પોરેશન દ્વારા  નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯નાં બજેટનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે મ્યુનિ. કમિશ્નરે જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટનાં મોટાભાગનાં પ્રોજેકટો પુર્ણ થયા છે. જયારે સરકાર સાથે સંકલનનાં અભાવે કેટલાક પ્રોજેકટો સાકાર થઇ શકયા નથી. આ અંગે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૮-૨૦૧૯નાં બજેટ માટે કાર્યવાહી શરૂ કરવામાં  આવી છે. દરેક વિભાગને આ વર્ષનાં બજેટની કામગીરી અને આવતા બજેટનાં અંદાજોનો રીપોર્ટ તૈયાર કરવા આજે મીટિંગ બોલાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭-૨૦૧૮નાં બજેટમાં સમાવેશ મોટા ભાગનાં પ્રોજેકટ પુર્ણ થયા છે. જયારે સરકાર સાથે સંકલનનાં અભાવે કેટલાક પ્રોજેકટો સાકાર થઇ શકયા નથી.જેમ કે, લક્ષ્મીનગર નાલુ પહોળુ કરવાનુ હોય, માલધારી વસાહત, નાના મૌવા ખાતે સ્પોર્ટસ સંકુલ સહિતનાં પ્રોજેકટનાં કામોમાં ઢીલાશ જોવા મળી છે.

વધુમાં શ્રી પાનીએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭-૧૮નાં બજેટની ઘણી બધી બાબતો પુર્ણ થઇ છે. જેમ કે, પાણીની પાઇપ લાઇન, સ્માર્ટ સિટી સહિતની યોજનાઓ સાકાર કરવામાં તંત્ર સફળ રહ્યાનું જણાવ્યુ હતુ.

 અત્રે નોંધનીય છે કે, મ્યુ. કોર્પોરેશનનું ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ નું  કુલ રપ અબજનું બજેટ બનાવાયું છે. જેમાં કરોડોની મોટી - મોટી યોજનાઓનો સમાવેશ છે.

(3:14 pm IST)