Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુપીના હાતીમઅલી અંસારીનો આપઘાત

પરપ્રાંતિય યુવાને માનસીક બીમારીથી કંટાળી પગલુ ભર્યાનું ખૂલ્યું

રાજકોટ, તા. ર૭ : ગોંડલ રોડ અટીકા ફાટક પાસે યુ.પી.ના મુસ્લીમ યુવાને માનસીક બીમારથી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ અટીકા ફાટક પાસે વહેલી સવારે એક અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાઇ ગયો હોવાની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. ઉમેદભાઇ પવાર સહિતે સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ કરી હતી.

દરમ્યાન મૃતકના ખીસ્સામાંથી એક મોબાઇલ નંબર લખેલો કાગળ નિકળતા પોલીસે તે નંબર ઉપર સંપર્ક કરતા ગુલાબનગરમાં કારખાનામાં કામ કરતો યુ.પી.નો ઇસરારઅલી અંસારીએ સ્થળ પર પહોંચી મૃતક યુવાન તેનો નાનો ભાઇ હાતીમઅલી હસુદીનભાઇ અંસારી (ઉ.વ.રર) હોવાનું જણાવ્યું હતું. મૃતકના ભાઇ સરારઅલીએ પોલીસને જણાવ્યું હતું કે તેના નાનો ભાઇ હાતીમઅલી યુ.પી.થી રાજકોટ મજૂરી કામ માટે આવ્યો હતો અને તેની સાથે જ રહેતો હતો તેને માનસીક તકલીફ હતી તેથી તે અવાર નવાર ઘરેથી નીકળી જતો તો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)