Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

શિવપરાની મીનાબેન ભીલએ પતિ સાથે ઝઘડો થતાં ફિનાઇલ પી લીધું

પતિ પી.એફ.ના કારણોસર જુનુ કામ છોડી મેટોડા કામે જતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૭: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ શિવપરા-૨માં રહેતી મીનાબેન રાજુ પરમાર (ઉ.૩૦) નામની ભીલ પરિણીતાને પતિએ કામનું સ્થળ બદલતાં તે બાબતે બોલાચાલી થતાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મીનાબેને રાત્રે સાડા નવેક વાગ્યે ફિનાઇલ પી લીધી હતી. તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ રાજુએ કહ્યું હતું કે હું દસ વર્ષથી મવડીના કારખાનામાં કામ કરતો હતો. પણ ત્યાં પી.એફ. કપાતું નહોતું. હવે એ કામ છોડી મેટોડામાં કામે રહ્યો છું, જ્યાં પી.એફ. પણ કપાય છે. મીનાએ આ નવી નોકરીએ જવાની ના પાડી ફરીથી મવડીમાં કામે જવાનું કહેતાં તે બાબતે માથાકુટ થતાં તેણીએ ફિનાઇલ પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(11:13 am IST)