Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી હિના ખાન રાજકોટની મહેમાન

ટીવી શો યે રિસ્તા ક્યા કહેલાતા હૈ ફેઈમ અક્ષરા...હિના ખાન રાજકોટમાં :

રાજકોટ : ટીવી શો યે રિસ્તા ક્યા કહેલાતા હૈ ફેઈમ અક્ષરા...હિના ખાન આજે રાજકોટની મહેમાન બની છે. કોઈ ખાનગી ફંક્શનમાં હાજરી આપવા આવી હોવાનું જાણવા મળ્યું છે. હીના ખાન જાણીતી ફોરચ્યુન હોટેલમાં રોકાઈ છે. બિગ બોસ-11માં પણ હિના ભાગ લઈ ચુકી છે. અનેક વેબ સિરીઝ અને ફિલ્મો પણ કરી રહી છે. કસૌટી ઝીંદગી કી 2માં કોમોલિકાના રોલમાં છેલ્લે જોવા મળી હતી.

(8:23 pm IST)
  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST