Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સ્વચ્છતા સર્વેક્ષણ...

બંછાનીધિ પાનીએ ૪૦ ગુટલીબાજો સહિત ૧ર૮ સફાઇ કામદારોનો પગાર કાપી લીધો

સામાકાંઠાનાં ૪, પ, ૬, ૧પ, ૧૬, ૧૮ અને વોર્ડ ૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧ર તેમજ મધ્ય રાજકોટના વોર્ડ નં.ર, ૩, ૭, ૧૩, ૧૪માં મ્યુ.કમિશ્નરે વોર્ડ ઓફિસોમાં અને 'લત્તે-લત્તે' જઇને સફાઇમાં બેદરકારી હાજરી અંગે ઓચિંતુ ચેકીંગ કરતા કામદારોમાં ફફડાટ

રાજકોટ, તા. ૨૭ :. શહેરને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે અગ્રતા ક્રમ મળે તે માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ 'સ્વચ્છતા સર્વેક્ષણ' ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે સવારે તમામ ૧૮ વોર્ડમાં સફાઈ કામદારોની હાજરી તેમજ લતા (વિસ્તારો)માં જઈને સફાઈ કામગીરીનું ઓચિંતુ જ જાતે જ ચેકીંગ કરી અને ૪૪ ગુટલીબાજ સફાઈ કામદારો સહિત કુલ ૧૨૮ કામદારોનો ૨ દિવસનો પગાર કાપી લઈ અને તમામને બેદરકારી સબબ નોટીસો ફટકારતા કામદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ અંગે કમિશ્નર વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ કમિશ્નરશ્રી બંછાનિધી પાનીની સૂચના અનુસાર આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની તમામ વોર્ડ ઓફિસમાં સફાઈ કામદારશ્રીઓની હાજરી ચેકીંગ કરવામાં આવેલ.

જેમા પૂર્વ ઝોનના વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬ તથા ૧૮માં વગર રજાએ ગેરહાજર રહેલા કુલ ૪૪, પશ્ચિમ ઝોનના વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧ તથા ૧૨માં વગર રજાએ ગેરહાજર રહેલા કુલ ૪૪ તેમજ મધ્ય ઝોનના વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪ માં વગર રજાએ ગેરહાજર રહેલા કુલ ૪૦ સફાઈ કામદારોને મળીને કુલ ૧૨૮ સફાઈ કામદારને આજરોજ નોટીસ આપવામાં આવેલ તથા તેઓનો એક દિવસનો પગાર કપાત કરવામાં આવેલ હતો.

(5:28 pm IST)