Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

રીયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટના ગાર્ડન સીટી, સુંદરમ સીટી અને કલ્પવન પ્રોજેકટને એવોર્ડ

રાજકોટ :. તાજેતરમાં અમદાવાદ ખાતે પ્રોપ રીયલ્ટી કંપની અને ક્રિસીલના સંયુકત ઉપક્રમે ગુજરાતની રીયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત જુદી જુદી કંપનીઓને તેના પ્રોજેકટ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાજકોટની ત્રણ કંપનીઓને કુલ ૪ એવોર્ડ મળ્યા હતા. લાડાણી એસીસીએટ (ગાર્ડન એન્ટરપ્રાઈઝ)ને તેના ગાર્ડન સિટી પ્રોજેકટ માટે લકઝરીયસ પ્રોજેકટ ઓફ ધ યર અને કલાસીક જેમ પ્રોજેકટ માટે ડેવલપર ઓફ ધ યરનો એવોર્ડ મળેલ છે. કંપનીના એમ.ડી. દિલીપભાઈ લાડાણીએ જણાવ્યા મુજબ ૧૧ ટાવર અને ૩ કોમર્શીયલનું કુલ બાંધકામ ૧૩.૫ લાખ સ્કવેર ફુટ તેમણે ૩૩ મહિનામાં પૂર્ણ કરતા આ એવોર્ડના હક્કદાર બનેલ. 'સુંદરમ્ સિટી'ને ઈમેજીંગ ડેવલપમેન્ટ ઓફ ધ યોરનો એવોર્ડ મળેલ છે. આદેશ બિલ્ડકોનના અશોકભાઈ લશ્કરીએ જણાવ્યા મુજબ લો બજેટ હાઈ-ફાઈ સુવિધાનું સ્વપ્ન પુરૂ કરવા મધ્યમ વર્ગના લોકોને હાઈ સોસાયટી લાઈફ સ્ટાઈલનો અનુભવ કરાવવો અને 'સુંદરમ્'ની એક બ્રાન્ડ ઈમેજ ઉભી કરવી એ અમારી આગવી વિશિષ્ટતા છે. જે.કે. રીયલ્ટી ગ્રુપનો કલ્પવન પ્રોજેકટ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી પહેલી ગ્રીન ટાઉનશીપ છે. ૧૮ એકરની વિશાળ જગ્યામાં કુલ ૫૦ વિંગમાં ૩૧૧૮ ફલેટ અને ૧૪૩ શોપની આ ટાઉનશીપ આઈજીબીસી ગોલ્ડ સર્ટીફાઈડ છે. આ પ્રોજેકટને ક્રીસીલ અને પ્રેપ રીયલ્ટી દ્વારા લો-કોસ્ટ હાઉસીંગ પ્રોજેકટ ઓફ ધ યરનો એવોર્ડ મળેલ છે.

(5:23 pm IST)