Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

રાજર્ષિ સેવાશ્રમ - કાઠીયાવાડ જીમખાના દ્વારા આયોજીત યોગાસન શીબીરનો પ્રારંભ

રાજકોટ, તા. ૨૭ :. રાજર્ષિ સેવાશ્રમ (ખીરસરા) તથા કાઠીયાવાડ જીમખાના આયોજીત આરોગ્યવર્ધક યોગાસન શીબીરનો લકુલેશ યોગ યુનિવર્સિટીના ડીરેકટર આર.જે. જાડેજાના હસ્તે પ્રારંભ થયો હતો. તા. ૨૫ થી ૨૭ ત્રણ દિવસ યોજાયેલ યોગાસન શીબીરમાં ૨૩૦ યોગ ઈચ્છુકોએ ભાગ લીધો હતો.

વિપશ્યના (ઘમકોટ) સાથે સંકડાયેલા રાજર્ષિ પરિવારના શ્રી આર.જે. જાડેજાએ શીબીરાર્થીઓને યોગ અને યોગાસન અંગે વિસ્તૃત રીતે સમજ અને તાલીમ આપી હતી.કાઠીયાવાડ જીમખાના ખાતે યોજાયેલ યોગાસન શીબીરમાં શીબીરાર્થીઓને યોગાસનની પદ્ધતિસરની તાલીમ મળતા શીબીરાર્થીઓએ બન્ને સંસ્થાની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.

યોગ અને કલ્ચર એસોસીએશન ઓેફ ગુજરાતના જનરલ સેક્રેટરી ૮૧ વર્ષીય આર.જે. જાડેજાની તંદુરસ્તી, ચપળતા અને આ ઉંમરે પણ અત્યંત કઠીન યોગાસનો સહજતાપૂર્વક કરતા જોઈ લાભાર્થીઓ પણ ચકિત થઈ ગયા હતા.

શ્રી આર.જે. જાડેજાએ માનવીના જીવનમાં યોગ અને પ્રાણાયામના મહત્વની વિસ્તૃત જાણકારી આપી હતી.

સમગ્ર શિબિરનું આયોજન સંચાલન નિર્મળસિંહ જાડેજા, કાઠીયાવાડ જીમખાનાના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, અરૂણભાઈ દેસાઈ, હસમુખ બળદેવ, પ્રવિણભાઈ પૂજારા, ભરતભાઈ અમલાણી, યોગ શિક્ષક રાજેષભાઈ કાચા તથા લાઈફ મિશનના શ્રી મયુરસિંહ ઝાલાએ કર્યુ હતું.

(5:22 pm IST)