Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

રાજકોટમાં દેશભરમાંથી પત્રકારો આવી રહ્યા છે

રાજકોટ વિધાનસભા ૬૯ ની બેઠકે દેશભરનું ધ્યાન ખેંચ્યું છે. ચૂંટણીનું એપીસેન્ટર જાણે રાજકોટ બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. અહિ ભાજપના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કોંગીના રાજકોટના ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજગુરૂ વચ્ચે પ્રતીષ્ઠાનો મહાજંગ ખેલાઇ રહ્યો છે. દેશભરના વરિષ્ઠ પત્રકારો, ટીવી જર્નાલીસ્ટો, કેમેરામેનો રાજકોટમાં આવી રહ્યા છે. આવા જ મોટા ગજાના પત્રકાર અને રાજકોટમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માટે સ્પેશ્યલ કોરસપોન્ડન્ટ તરીકે ૯ વર્ષના સેવા આપી ચૂકેલા શ્રી લવ કુમાર મિશ્ર અને તેમની ટીમ છેલ્લા ૧ અઠવાડીયાથી રાજકોટ હેડકવાટર રાખી સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. શ્રી એલ.કે. મિશ્ર ૧૦ રાજયોમાં ટાઇમ્સ માટે ફરજ બજાવી ચૂકયા છે. હાલમાં ૧ વર્ષથી દિલ્હીના હિન્દુસ્તાન સમાચાર માટે કન્સલ્ટીંગ એડીટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. શ્રી લવ કુમાર મિશ્ર અકિલા પરિવારના કુટુંબીજન સમાન છે અને હાલમાંજ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળવા આવેલ. તેમણે ચૂંટણી અંગે અનેક વિધ પાસાની ચર્ચા કરી હતી. ચૂંટણી સુધી શ્રી એલ.કે.મિશ્ર (મો.૦૯૪૩૧૭ ૧૧૧૪૪) રાજકોટ-સૌરાષ્ટ્રમાં જ રહેવાના છે.

(12:09 pm IST)