Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટમાં પોલીસના પે ગ્રેડ મામલે પોલીસ પરિવારના લોકોએ શરૂ કર્યું આંદોલન: ,પોલીસ હેફ કવાર્ટર ખાતે થાળીઓ વગાડી, બહુમાળી ભવન ખાતે પરિવારજનો ઉમટ્યા

 રાજકોટઃ પોલીસને પે ગ્રેડ મળવા મામલે શરૂ થયેલી સોશિયલ મીડિયા ઝુંબેશ પછી હવે રાજકોટ પોલીસ પરિવારના લોકો પણ સામે આવ્યા છે. આજે સાંજે પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવન ખાતે પોલીસ પરિવારના મહિલાઓએ થાળીઓ વગાડી ન્યાયની માંગણી કરી હતી.

આ ઉપરાંત વહેલી તકે ન્યાય આપવા રાજકોટ પોલીસ હેડ કવાટર્સના પોલીસ પરિવારની મહિલાઓએ પોલીસ કમિશનર  બંગલા નજીક બોહળી સંખ્યામાં એકઠા થઇ થાળી વગાડી હમારી માંગે પુરા કરો...ના નારા લગાવી પોતાના પોલીસ કર્મચારી સ્વજનની તરફેણ કરી હતી.

(8:06 pm IST)