Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ર૯ ઓકટોબર વર્લ્ડ સ્ટ્રોક-ડે

સ્ટ્રોક : જાગૃતિનો અભાવ-પક્ષઘાતની સારવારમાં થતા વિલંબનું કારણઃ ડો. પારેખ- ડો. જૈન

રાજકોટ, તા. ર૭ :  ઓકટોબર-વર્લ્ડ  સ્ટ્રોક ડેની પૂર્વ સંધ્યાએ એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં હોસ્પિટલના ન્યુરો ફીઝીશ્યન ડો. જીગર પારેખ, ઇન્ટરવેન્સનલ રેડિયોલોજીસ્ટ ડો. વિકાસ જૈન, હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

વોકહાર્ટ હોસ્પિટલના ન્યુરો ફીઝીશ્યન ડો. જીગર પારેખ તથા ઇન્ટરવેન્સનલ રેડિયોલોજીસ્ટ ડો. વિકાસ જૈને વર્લ્ડ સ્ટ્રોક  ડેના સંદર્ભમાં માહિતી આપતા જણાવેલ હતુ કે વૈશ્વિકસ્તરે વર્લ્ડ સ્ટ્રોક આર્ગેનાઇઝેશન દ્વારા ર૯ ઓકટોબરને ર૦૦૬ થી ''વર્લ્ડ સ્ટ્રોક ડે'' તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ''વર્લ્ડ સ્ટ્રોક ડે'' ને બ્રેઇન સ્ટ્રોક વિશેની લોકોમાં સમજણ વધે અને તેના લક્ષણો જાણી ત્વરીત સાવરાર મળે તે માટે ઉજવવામાં આવે છે. બ્રેઇન સ્ટ્રોક એટલે કે પક્ષઘાત દરમ્યાન પ્રત્યેક સેકન્ડે મગજના ૩ર હજાર કોષો નાશ પામે છે. જો ત્વરીત સાવરાર ન મળે તો દર્દીનું જીવન જોખમમાંૈ મુકાય છે. જો કે ર૦૧૦ થી પક્ષઘાતને ''પબ્લીક હેલ્થ ઇમરજન્સી''  જાહેર કરેલ છે છતાં પણ અજ્ઞાનતાને કારણે ઘણા બધા પક્ષઘાતના દર્દીઓ સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચતા નથી. જેમકે એક અભ્યાસમાં કેરળ દેશનું સૌથી વધુ શિક્ષિત રાજય હોવા છતા એવું જાણવામાં આવ્યું છે કે ૮૪% વસ્તી પક્ષઘાતથી પરિચિત નથી અને તેના લક્ષણોની પણ માહિતી નથી. જાગૃતિનો એવો અભાવ પક્ષઘાતની સારવારમાં થતા વિલંબમાં મહત્વનું યોગદાન આપે છે.

પક્ષઘાતને અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતી આપતા ડો. પારેખ અને ડો. જૈને જણાવેલ હતું કે પક્ષઘાતને થતો રોકવો એ  એજી શ્રેષ્ઠ સારવાર છે. પક્ષઘાતને રોકવા માટે (૧) નિયમિત કસરત કરો અને કાર્યશીલ રહો (ર) પક્ષઘાત થવાના જોખમી પરિબદળો જેવા કે હાયપર ટેન્શન, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ વિગેરેને કાબુમાં રાખો (૩) તમારી ખાણીપીણીનું ધ્યાન રાખી અને મેદસ્વીતા ટાળો (૪) તમાકુના સેવનથી દૂર રહો અને જો કરતા હો તો આજથી જ બંધ કરો (પ) દારૂનું સેવન ટાળો (૬) તાજેતરના અંદાજ મુજબ વાયુ પ્રદુષણથી પણ પક્ષઘાતનું જોખમ થઇ શકે છે, વાયુ પ્રદુષણને કાબુમાં રાખવા એક જવાબદાર નાગરિક તરીકે બનતી કોશીશ કરો જેમકે વધુમાં વધુ વૃક્ષો વાવો, પબ્લીક, ટ્રાન્સપોર્ટેશન, કારપુલ તથા સાયકલીંગનો ઉપયોગ વધુ કરો. રેડ સિગ્નલ પર વાહન બંધ કરી દો, કચરો ન બાળો, સોલાર એનર્જીનો ઉપયોગ વધારો વિગેરે (૭) પક્ષઘાતના પ્રારંભીક લક્ષણો વિશે સમજણ કેળવો અને સમાજમાંૈ જાગૃકતા વધારો જેથી કોઇને પણ પક્ષઘાતના લક્ષણ જણાય તો ત્વરીત ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરી શકાય.

પત્રકાર પરિષદમાં ચાર લકવાગ્રસ્ત દર્દીઓ પણ ઉપસ્થિત રહેલ હતા જેઓ સ્ટ્રોક પછી ખુબ જ ખરાબ સ્થિતિમાંૈ હોસ્પિટલમાં દાખલ થયેલ હતા. જેમની સફળ સારવાર વોકહાર્ટ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતી જે ચારેય દર્દીઓએ પોતાના અનુભવોની વાત વર્ણવેલ હતી. પત્રકાર પરિષદમાં હોસ્પિટલના માર્કેટીંગ મેનેજર શ્રી કમલેશભાઇ કટારીયા તથા કન્સલ્ટન્ટ મીડીયા એન્ડ પી. આર. શ્રી મનહરભાઇ મજીઠીયા ઉપસ્થિત રહેલ હતા. (૧૭.૧૬) a

(3:55 pm IST)