Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રામેશ્વર ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણીમાની ઉજવણી : ઓપન રાજકોટ રાસ ગરબા હરીફાઇથી શ્રીજીનગર ચોક ધમધમ્યો

રાજકોટ : રામેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમે શ્રીજીનગર ચોકમાં ઓપન રાજકોટ રાસ ગરબા હરીફાઇ યોજવામાં આવી હતી. ગ્રુપવાઇઝ ઇનામો જાહેર કરાતા વેલ પ્લેમાં ગ્રુપ એ પ્રથમ માહી રાજદેવ, દ્વીતીય મિસરી મહેતા, તૃતીય તુલસી આંબલીયા, વેલડ્રેસમાં પ્રથમ આયુષિ ટાંક, દ્વીતીય જાહન્વી કોટેચા, ગ્રુપ બી વેલ પ્લેમાં પ્રથમ સિધ્ધી દલીયા, દ્વીતીય ચાંદની જોષી, તૃતીય ચાર્મી સોલંકી, વેલડ્રેસમાં પ્રથમ રીયા ટાંક, દ્વીતીય નિશિતા તન્ના જાહેર થયેલ. ગ્રુપ સી વેલ પ્લેમાં પ્રથમ.., દ્વીતીય ઇશીતા કોટેચા, તૃતીય પુજા કોટક, ચર્તુ રાધીકા સોલંકી તેમજ વેલ ડ્રેસમાં મીતલ સારીસા વિજેતા બનેલ. ગ્રુપ ઇ વેલ પ્લેમાં પ્રથમ હિરલ મહેતા, દ્વીતીય પાયલ ચાંદ્રાણી, તૃતીય તૃપ્તિ પંડયા, ચતુર્થ કિંજલ શાહ અને પાંચમા સ્થાને અમિષા રાજદેવ વિજેતા બનેલ. નિર્ણાયકો તરીકે બીન્દુબેન રાયચુરા, હેતલબેન ગોકાણી, અવનીબેન ગોસ્વામીએ સેવા આપી હતી. સમગ્ર શરદોત્સવ રાસોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટીઓ કૌશીકભાઇ અઢીયા, મહેશભાઇ પીઠડીયા, મયુરભાઇ દવે, એમ. ડી. કહોર, તુષારભાઇ ગોકાણી, રીપનભાઇ ગોકાણી, દિપાબેન કાચા, ભારતીબેન પંડયા, ભાવનાબેન અવલાણી, રાજેશષભાઇ પારેખ, પલ્લવીબેન ચૌહાણ, મીત પુજારા, હેમાંગ જાની, નિશાંત અઢીયા, પારસ સોલંકી, નિલેષ તેરૈયા, દોશી પરિવાર તેમજ શ્રીજીનગરના રામેશ્વર ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન બીપીનભાઇ અઢીયા, પૂર્વ ડે. મેયર દર્શીતાબેન શાહ, વોર્ડ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, પૂર્વ કોર્પોરેટર નિર્મળાબેન વડેરીયા, કાળુમામા, ભાજપ અગ્રણી માધવભાઇ દવે, ડો. પારસભાઇ શાહ, પારસ સોલંકી, ધારાબેન વૈષ્ણવ, રાજેનભાઇ સિંધવ, રમાબેન હેરભા, ધૈર્ય પારેખ, તુષારભાઇ ગોકાણી, રીપનભાઇ ગોકાણી, નિલેશષભાઇ મેર, જે. ડી. ઉપાધ્યાય, પ્રિતેષભાઇ પોપટ, પૂર્વ ડે.મેયર જસુમતીબેન વસાણી તેમજ કમલભાઇ ભટ્ટ ઉપસ્થિત રહેલ. મ્યુઝકલ સેવા સરગમ ઓરકેસ્ટ્રાના બીપીનભાઇ વસાણી અને તેમની ટીમે આપી હતી. તેમ રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના રાજેશભાઇ પારેખની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૫)

(3:52 pm IST)