Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વ્‍યાજ સાથે વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા.૨૭: અત્રે જેન્‍તીભાઇ દયાશંકરભાઇ જોષીને ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમનું વાર્ષિર્ક ૯% સાદા વ્‍યાજે વળતર તરીકે ફરીયાદીને ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ -૪, ભગવતી ફલોર મિલની સામેની શેરી, ચામુંડા નિવાસની સામે રાજકોટના અરૂણભાઇ રાઘવભાઇ વરૂ પાસેથી આ કામના આરોપી જેન્‍તીભાઇ દયાશંકરભાઇ જોષી, રહે.હસનવાડી મેઇન રોડ -૪, ભગવતી ફલોર મિલની સામેની શેરી, ચામુંડા નિવાસ, રાજકોટવાળાએ ભાગીદારી ધંધામાંથી અલગ થયેલ જેમાં નીકળતી રકમ માટેનો ચેક રૂા.૨,૨૫,૦૦૦/ નો આપેલ હતો. જે ચેક આરોપીએ ફરીયાદીને કહેતા તે સમયે અને તે તારીખે ફરીયાદીએ વટાવવા માટે નાંખેલ હતો. જે ચેક રીટર્ન થતાં ફરીયાદીએ રાજકોટની અદાલતમાં શ્રી જે.એસ.પ્રજાપતિ કોર્ટમાં ચેક રીર્ટન થવા બદલની ફોજારી ફરીયાદ કરેલ.

ફરીયાદ બાબતે ફરીયાદીએ કોર્ટમાં તમામ પુરાવાઓ ફરીયાદ દાખલ કરતી વખતે નામદાર કોર્ટમાં દસ્‍તાવેજી પુરાવા લીસ્‍ટ સહિત આપેલ હતા. તેમજ આરોપી તથા તેમના એડવોકેટ હાજર રહેલ હતા અને ફરીયાદ દાખલ થયા બાદ તેમજ ફરીયાદીની સરતપાસ પણ થયેલ હતી. ત્‍યારબાદ ફરીયાદીના વકીલશ્રી દ્વારા દલીલ કરવામાં આવેલી. જેમાં ફરીયાદપક્ષે પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરેલ હોય તેથી રાજકોટની ઉપરોકત કોર્ટે રાજકોટ હસનવાડીમાં રહેતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા વાર્ષિક ૯% લેખે રકમ સાદા વ્‍યાજે વળતર તરીકે એક માસમાં ચુકવવી આપવાનો હુકમ કરેલ છે. અને જો આરોપી, ફરીયાદીને ન ચુકવી આપે તો વધુ ત્રણ માસની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદી - અરૂણભાઇ રાઘવભાઇ વરૂ વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી સંજય એમ.ડાંગર, વિજય જે.ધમ્‍મર, સાગર એન.મેતા, પરેશ વી. ગળધરીયા, તથા મહેશ એલ.સોનારા - એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(4:05 pm IST)