Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગાંધી સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો ! પગલા લેવા એનએસયુઆઇની રજુઆત

૧૫ દિવસ પુર્વેનો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર

રાજકોટ, તા., ૨૭: શહેરના નાના મવા રોડ ઉપર આવેલ ગાંધી સ્કુલમાં એક વિદ્યાર્થીને શિક્ષક માર મારતા હોવાનો વિડીયો વાયરલ થતા એનએસયુઆઇ દોડી ગયેલ અને શિક્ષક સામે પગલા ભરવા માંગ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના નાનામૌવા રોડ ઉપર આવેલ ગાંધી સ્કુલમાં સ્કુલ દરમિયાન એક વિદ્યાર્થીને શિક્ષક મારતા હોય તેવો વિડીયો આજે બપોરે વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇના રોહીતસિંહ રાજપુત, મીત પટેલ, અભી તલાટીયા સહીતના કાર્યકરો ગાંધી સ્કુલે દોડી ગયા હતા અને  સંચાલકને શિક્ષક સામે પગલા ભરવા માંગ કરી છે.

આ ઘટનાના પગલે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.

(4:35 pm IST)