Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આસો નવરાત્રીના આગમનના એંધાણ વર્તાયા : પ્રાચીન ગરબી મંડળ દ્વારા રાસની તાલીમ શરૂ

રાજકોટ : જય માતાજી... જગત જનની માઁ જગદંબાની આરાધના કરવાનું પાવન મહાપર્વ આસો નવરાત્રી. શ્રાવણે શિવ સાધના, ભાદરવા પ્રારંભે ગણપતિ ગજાનન મહારાજની ભકિત બાદ હવે માઁ અંબાની આરાધના કરવાનું પર્વ આસો નવરાત્રીના આગમનના એંધાણ મળ્યા છે. કોરોના મહામારીમાં ગત વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે પ્રતિબંધ હતો. જ્યારે હવે કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવ્યું છે. સરકારે થોડી છુટ આપી છે. સરકારે છુટ આપતા જ વર્ષોથી ચાલતી પ્રાચીન ગરબી મંડળ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહાપર્વનંુ આયોજન કરી રહ્યા છે. તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. આસો નવરાત્રીમાં પ્રાચીન રાસ ગરબાનું ખુબ મહત્વ છે.

અંબિકા ટ્રસ્ટ ગરબી મંડળ : શહેરના કરણપરા ચોકમાં છેલ્લા ૩૯ વર્ષથી આસો નવરાત્રીની પ્રાચીન ગરબા થકી ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અંબિકા ટ્રસ્ટ ગરબી મંડળ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. હાલ ગરબી મંડળની ૪૦ બાળાઓ માડી તારા અઘોર નગારા વાગે રાસ, મોગલ મા નો મેળો રાસ, ગાગર રાસ, વેલણ વાંસળી રાસ, સાથીયા રાસ, દાંડીયા રાસ સહિતના રાસની તાલીમ લઇ રહી છે. સંગીતકારો અજયભાઇ આહિર, વિશાલભાઇ વરૂ, સંજયભાઇ ગોહિલ, યશભાઇ તન્ના સહિતના રાસની પ્રેકટીસ કરાવી રહ્યા છે. ગરબી મંડળના યાદગાર આયોજનને સફળ બનાવવા કિરીટભાઇ પાંધી, જીતુભાઇ ગોહેલ, મનોજભાઇ પારેખ, ક્રિપાલભાઇ સોલંકી, હર્ષીતભાઇ પૂજારા, ધવલભાઇ અજમેરીયા, નિતીનભાઇ પાંધી, હસુભાઇ વાઢેર, ભરતભાઇ પુજારા સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીર : અશોકભાઇ બગથરીયા)

(3:37 pm IST)