Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

'આપ'ના સહ-સંગઠન મંત્રીપદે સંજય ગઢીયાની વરણીઃ ભાણવડમાં પ્રચાર કાર્ય

પાલિકા જીતવા માટે ઉમેદવારો અને આગેવાનોનો દ્રઢ સંકલ્પ

રાજકોટ તા. ર૭ :.. આમ, આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ સહ-સંગઠન મંત્રીપદે  સંજયભાઇ ગઢીયા (મો. ૯૯૦૪૧ ર૮૯૯૩) ની વરણી કરવામાં આવી છે.

આ માટે સંજયભાઇ ગઢીયાએ આમ આદમી પાર્ટીનાં કિશોરકકા દેસાઇ, પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા, ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી, મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, સંગઠનમંત્રી અજીતભાઇ લોખીલનો આભાર વ્યકત કરીને જવાબદારી સર્વશ્રેષ્ઠ રીતે નિભાવવાની ખાત્રી આપી છે.

સંજયભાઇ ગઢીયાની આગેવાનીમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વોર્ડ નં. ૩ અને પ માં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ તકે વોર્ડ નં. પ ના ઉમેદવારો અલ્ફાઝભાઇ શેરમામદ બ્લોચ, આશીયાનાબેન ઇમરાનભાઇ રાઠોડ, મંજૂબેન પોપટભાઇ કારાવદરા, હરૂભા નટુભા જાડેજા તથા 'આપ' ની ટીમ લોકસંપર્કમાં જોડાઇ હતી. જયારે વોર્ડ નં. ૩ માં પ્રદેશ સહ-સંગઠન મંત્રી સંજયભાઇ ગઢીયાની સાથે  લોકસંપર્કમાં વોર્ડ નં. ૩ નાં ઉમેદવારે અખિલકુમાર જયંતિલાલ વાઘેલા, ઇલાબેન વિજયભાઇ જોષી, ધનજીભાઇ અરશીભાઇ કરથીયા, રીટાબેન ભરતભાઇ ઓડેદરા તથા 'આપ' ની ટીમ જોડાઇ હતી અને ભાણવડ પાલિકા જીતવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો.

(3:34 pm IST)