Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શાપરમાં દિકરીને કોડીનારનો છોકરો ભગાડી જતાં શિતલબેને ફિનાઇલ પીધી

ફરિયાદ પછી અને ભગાડી જનારના વાલી સાથે વાતચીત પછી પણ દિકરીનો પત્તો ન મળતાં પગલુ ભર્યુઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતાં શિતલબેન જીતેન્દ્રભાઇ કાથડ (ઉ.વ.૩૭) નામના મહિલાએ ફિનાલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમિન પટેલે શાપર પોલીસને જાણ કરી હતી.

ફિનાઇલ પી લેનારા શિતલબેનના પતિ જીતેન્દ્રભાઇ છુટક મજૂરી કરે છે. જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે અમારી દિકરી અગાઉ કેશોદ હોસ્ટેલમાં રહી ભણતી હતી. તેની સાથે કોડીનારની છોકરી પણ હતી. એ છોકરીનો પિત્રાઇ ભાઇ રાહુલ ગત તા. ૩ના રોજ અમારી દિકરીને ભગાડી ગયો છે. આ અંગે શાપર પોલીસમાં ફરિયાદ કરી છે અને છોકરાના પરિવાર સાથે પણ વાત કરી છે. પરંતુ દિકરીનો કોઇ પત્તો મળતો ન હોઇ જેથી ચિંતાને કારણે પત્નિ શિતલબેને ફિનાઇલ પી લીધું હતું.

(3:31 pm IST)