Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મનહર પ્લોટ સંઘમાં પૂ.અક્ષતમુનિ મ.સા.ની માસક્ષમણની આરાધના

રાષ્ટ્રીય સંત પૂ. કમલમુનિ મ.સા.ની નિશ્રા : પોલા અઠમ તપ તથા પાંચ સામાયીકનું તપભીનુ આયોજનઃ મહિલા મંડળના બહેનો માટે સાંજી સ્પર્ધા

રાજકોટ, તા., રપઃ શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંદ્ય શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે શ્રમણ સંધીય મંત્રી રાષ્ટ્રીય સંત પૂ. કમલમુનિ મ.સા. આદિઠાણા ૬ ચાર્તુમાસમાં બિરાજમાન છે.

રાષ્ટ્રીય સંત પૂ. કમલમુનિ મ.સા. ના શિષ્ય દીર્દ્ય તપસ્વી કવિરત્ન પૂ. અક્ષતમુનિ મ.સા. ને આજે રપ મો ઉપવાસ છે અને ૩પ ઉપવાસ તપની ઉત્કૃષ્ટ ભાવના ભાવી રહ્યા છે.

સંયમી આત્માના તપની ભૂરી ભૂરી અનુમોદના અને ખુશાલી અર્થે પોલા અઠમ તપ અને પાંચ સામાયિક તેમજ બૃહદ રાજકોટના સ્થાનકવાસી જૈન મહિલા મંડળના બહેનો માટે તપના તેજે સ્વરના સંગે તપ સાંજી ગીતની સ્પર્ધા તા. ૩  ઓકટોબર રવિવારના સવારે ૧૦.૧૫ કલાકે શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંદ્યના હોલમાં રાખવામાં આવેલ છે. આ સ્પર્ધા ઉપલક્ષ સમસ્ત રાજકોટના સ્થા. સંદ્યો સંચાલીત મહિલા મંડળના બે બહેનો ભાગ લઈ શકશે. ગીત તપ ઉપરનું હોવું જરૂરી છે અને જેના માટે બે મિનિટનો સમય રહેશે. ભાગ લેનાર દરેક મંડળે પોતાના શ્રી સંદ્યના અથવા મહિલા મંડળના લેટર પેડ ઉપર જેમાં બન્ને બહેનોના નામ લખીને તા. ૧ શુક્રવાર પહેલા  સંદ્યમા એન્ટ્રી મોકલી આપવાની રહેશે.

વિશેષ માહિતી માટે  સંદ્ય પ્રમુખ ડોલરભાઈ કોઠારી (મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩) તથા શ્રી મનહર પ્લોટ સંદ્ય સંચાલિત શ્રી સુવિધી મહિલા મંડળ પ્રમુખ  પ્રિતીબેન દફતરી ે શ્રી શાંતિનાથ પુત્રવધુ મંડળના પ્રમુખ  કલ્પનાબેન મહેતા (મો. ૯૪ર૮ર ૨૯૪૮૨)ઉપર સંપર્ક   તેમજ તપની અનુમોદનાર્થે તા. ૦ર શનીવારના દિવાકર મંચ અને તા. ૪ ને સોમવારના સવારના ૧૦.૩૦ કલાકે શ્રી રાજકોટ રાજસ્થાન જૈન સંદ્ય આયોજિત સમૂહ સાંજી રાખવામાં આવેલ છે તેમ શ્રી સંદ્યની યાદી જણાવે છે.

(3:24 pm IST)