Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

૨ ઓકટોબરથી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્નામેન્ટઃ રાજયભરમાંથી ૧૬ ટીમો ભાગ લેશે

દિનેશ ગોસાઈ અને પિટર જેકના સ્મરણાર્થે

રાજકોટ,તા.૨૭: એ.જી.ઓફિસ રીક્રિએશન કલબ તથા એ.જી.ઓફિસ અને રાજકોટના ફૂટબોલ ખેલાડીઓ દ્વારા સ્વ.શ્રી દિનેશ આર. ગોસાઈ તથા સ્વ.શ્રી પીટર જેક મેમોરિયલ ઓપન ગુજરાત
ઈન્વિટેશન ફૂટબોલ ટુર્નામેન્ટ તા.૨ / ૧૦ થી ૬/૧૦ દરમિયાન રેસકોર્ષ ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ તથા વાપી વગેરે જિલ્લાઓમાંથી કુલ ૧૬ નામાંકિત ટીમો ભાગ લેશે.

આ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ તા.૨/૧૦ના રોજ બપોરે ૪ કલાકે રેસકોર્ષ ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. આ સમારંભમાં એ.જી. ઓફિસના અધિકારીઓ તથા સ્વ.શ્રી દિનેશ આર.ગોસાઈ તથા સ્વ.શ્રી પીટર જેકના કુટુંબીજનો ઉપસ્થિત રહેશે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી પ્રકાશ બક્ષી, રોહિત બુંદેલા, રાફેલ ડાભી, ટેરેન્સ ફર્નાન્ડિશ, શ્રેયશ ઠાકર, રાજેશ ચૌહાણ, એ.બી. બૌરાશી, જે.વી.પંડયા, અજય ભટ્ટ, રમેશ કામલીયા, અરૂણ ગોસ્વામિ, દિવમ ગોસાઈ, જેકબ વર્ગીશ વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:53 pm IST)