Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ફિલ્ડ માર્શલ- ગોવાણી કન્યા છાત્રાલયમાં યુવા મતદાર સુધારણા સેમીનાર

ઉંજા લક્ષચંડી યજ્ઞનના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરાનું સન્માન : દિકરીઓનું ઓનલાઇન નામાંકન

રાજકોટ : રાજય ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા તથા નવા મતદારોની નોંધણીની હાથ ધરાયેલ કામગીરીથી યુવા વર્ગને માહીતગાર કરવા એક સેમીનાર ફિલ્મ માર્શલ - ગોવાણી કન્યા છાત્રાલયમાં યોજવામાં આવ્યો હતો. રાજબેન્કના ચેરમેન અને સંસ્થાના પ્રમુખ ચંદુભાઇ પી. કણસાગરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં સંસ્થાની એક હજાર દીકરીઓ સમક્ષ પીપીટી માધ્યમથી ઇવીપી કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી. મતદાર જાગૃતિ સેમીનારમાં અધિક કલેકટર જયેશભાઇ પટેલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી અને ડે. કલેકટર એન. આર. ધાંધલ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરષોતમભાઇ ફળદુ, કેમ્પસ ડાયરેકટર પ્રો. ડો. જે. એમ. પનારા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોટર હેલ્પ લાઇન મોબાઇલ એપ્લીકેશન દ્વારા સંસ્થાની તમામ દિકરીઓનું નવા મતદાર તરીકે ઓનલાઇન નામાંકન કરવામાં આવેલ. અગાઉથી નોંધાયેલ હોય તેવા મતદારોનું વેરીફીકેશન કરી અપાયુ હતુ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમના સિસ્ટમ સુપરવાઇઝર ચિંતનભાઇ રાવલે પીપીટી માધ્યમથી માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે માર્ગદર્શક પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવેલ.  દરમિયાન રૂ.૪,૨૫,૫૫,૫૫૧ કરોડનું દાન આપીને આગામી ૧૮ થી ૨૨ દરમિયાન ઉમીયા ધામ ઉંજા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર સનહાર્ટ ગ્રુપ (મોરબી-અમદાવાદ) ના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરાનું સન્માન ચંદુભાઇ પી. કણસાગરા (ફિલ્ડ માર્શલ), દિપકભાઇ પી. કણસાગરા, પરસોતમભાઇ ફળદુ, જયેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ગોવિંદભાઇ વરમોરાએ આ કાર્યક્રમ પૂર્વે ફિલ્ડ માર્શલ ગ્રુપના આધ્યસ્થાપક પોપટભાઇ પટેલની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમિયાન સિદસર મંદિરના મંત્રી અને અધિક કલેકટર જયેશભાઇ પટેલ, એન્જલ ગ્રુપના ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા, પોપટભાઇના પુત્રો ચંદુભાઇ કણસાગરા, દિપકભાઇ કણસાગરા, પરષોતમભાઇ ફળદુ, પ્રો. ડો. જે. એમ. પનારા વગેરે સાથે જોડાયા હતા.

(3:52 pm IST)