Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

શ્રી નવદુર્ગા ગરબી મંડળ, રોયલ પાર્ક, મવડી

રાજકોટ : આદ્યશકિતની આરાધનાનું પાવન પર્વ નવરાત્રી આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે શહેરના પ્રાચીન ગરબી મંડળો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. શહેરના મવડી ગામ, રામધણ આશ્રમ પાછળ આવેલ રોયલ પાર્કમાં છેલ્લા ૫ વર્ષથી નવરાત્રી મહાપર્વની ભવ્ય - દિવ્ય ઉજવણી કરવામાં આવે છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળમાં ડિમ્પલબેન સરધારા, હેતલબેન વિરાણી, અંજુબેન, કિરણબેન, દક્ષાબેન સહિતના સેવા બજાવે છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળ રોયલ પાર્ક ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા રમેશભાઈ સાવલીયા, જયેશભાઈ સરધારા, યશવંતભાઈ વિરાણી, ભાવેશભાઈ સાવલીયા, કૈલાશભાઈ અંટાળા સહિતના સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:52 pm IST)