Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ચાલ સાહીલડી આવી રહી છે આસો નવરાત્રી... શ્રી ગેલી અંબે ગરબી મંડળ, મવડી

રાજકોટ : શહેરની ભાગોળે આવેલ મવડી ગામમાં શ્રી વિરાબાપાના મઢ પાસે શિવમ પાર્કની બાજુમાં મવડી ખાતે છેલ્લા ૭ વર્ષથી શ્રી ગેલી અંબે ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભકિતભીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૬૪ બાળા અને ૧૨ બાળકો અવનવા રાસની તાલીમ લે છે. ગરબી મંડળમાં ગાયક તરીકે ગુંજનબેન અકબરી, અનિલભાઈ ગોંડલીયા, પ્રફુલભાઈ માળી, ઢોલકમાં મનુભાઈ, જયંતિભાઈ સોજીત્રા, અરવિંદભાઈ પાદરીયા, નીતિનભાઈ, ઉત્તમભાઈ સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા શ્રી મુન્નાભાઈ મેઘાણી, નીતિનભાઈ ચોવટીયા, ભાવેશભાઈ સોજીત્રા, સંજયભાઈ પાનસુરીયા, કૌશિકભાઈ કોટડીયા, સંજયભાઈ મેઘાણી, શૈલેષભાઈ પીપળીયા, કેતનભાઈ ત્રાડા, વલ્લભભાઈ કાછડીયા, પરેશભાઈ ફાચરા, પંકજભાઈ વેકરીયા, જયંતિભાઈ વસોયા, દિલીપભાઈ ગોધાસરા, દિનેશભાઈ સાવલીયા સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:51 pm IST)