Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

દેવસાહેબના અનન્ય ચાહક કેશુભાઇ રાઠોડઃ જન્મદિનની અનોખી રીતે ઉજવણી

વાંકાનેર અને લીંબડીમાં રૂબરૂ મળ્યા હતા, સાથે ભોજન પણ લીધું હતું

રાજકોટઃ પ્રસિધ્ધ ફિલ્મ નિર્દેશક નિર્માતા  અને કલાકાર અને એક ઉમદા માનવી એવા સ્વ. દેવઆનંદ દેવસાહેબનો આજે જન્મ દિવસ છે ર૬ મી સપ્ટેમ્બર ૧૯ર૩માં તેઓનો જન્મ પંજાબમાં થયો હતો. અને ૩ ડીસેમ્બર ર૦૧૧નાં દિવસે લંડન ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. રાજકોટમાં દેવઆનંદના એક અનન્ય ચાહક કેશુભાઇ રાઠોડ આજે પણ તેઓએ તેમની ગાઇડ પાન હાઉસ ખાતે દેવસાહેબની વિશાળ તસ્વીર રાખી છે અને તેને ફૂલહાર કરીને દેવઆનંદની યાદમાં દાન ધર્માદો કરે છે.

સદરમાં ભીલવાસમાં જે તે સમયે રહેતા હતા ૧૭ વર્ષની ઉંમરે ગાઇડ ફિલ્મના શુટીંગ દરમ્યાન વાંકાનેર અને લીંબડીમાં દેવઆનંદને બે ત્રણ વખત મળ્યા હતા અને દેવઆનંદ સાથે ભોજન પણ લીધું હતું. તેમના ચાહક કેશુભાઇએ તેમની દુકાન શરૂ કરી ત્યારથી ગાઇડ પાન હાઉસ એવું નામ આપ્યું છે.

દેવઆનંદના નિધનનાં દિવસે તેમણે દુકાન બંધ રાખી શ્રધ્ધાંજલી અર્પી હતી અને દાન ધર્માદો કર્યો હતો. તેમણે ગાઇડ ફિલ્મ ૧૦૧ વખત જોઇ છે. અને દેવઆનંદએ કેશુભાઇ એક સાચા સારા માણસ બનાવાની શીખ આપી હતી.

જે તેમને બરોબર યાદ છે. કેશુભાઇ રાઠોડ હવે તો રાજકોટ મ્યુનિ. કોપોરેશનમાંથી નિવૃત થઇ ગયા છે. તેઓનો મો. ૯૪ર૭પ ૬૧ર૧૪ પરંતુ દેવાસાહેબ તરફનો પ્રેમ અને ચાહતમાં કોઇ ફરક નથી પડયો તેમના મોબાઇલનાં રીંગટોન સ્કીન અને દુકાનમાં દેવઆનંદ જીવંત છે.

(3:37 pm IST)