Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ફેબ ફેશન એકસ્પો - ૨૦૧૯ : દિવાળીને લગતી ઢગલાબંધ આઈટમોનો એકિઝબિશન કમ સેલ

લાઈટીંગ ડેકોરેશન, સાડી, જવેલરી, કુર્તી, ચિલ્ડ્રન વેર સહિતની આઈટમોનો ખજાનો : સેલ્ફી ઝોનનું આકર્ષણ સ્ટોલ બુકીંગ ચાલુ

રાજકોટ, તા. ૨૭ : સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતુ એવુ રંગીલુ રાજકોટ હવે મુંબઈની જેમ ફેશન અને તહેવારોની ઉજવણીમાં પણ અવ્વલ બન્યુ છે. ત્યારે શહેરના અમીન માર્ગ કોર્નર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઝેડ બ્લુની સામે ડુંગર દરબાર ગ્રાઉન્ડ ખાતે દિવાળીને અનુલક્ષીને ફેબ ફેશન એકસ્પો - ૨૦૧૯નું ભવ્ય આયોજન તા.૧૯ અને ૨૦ શનિ - રવિ ઓકટોબર સવારે ૧૦ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી કરવામાં આવેલ છે.

આ એકિઝબિશનમાં સ્ટોલનું ભાડુ પણ નજીવાદરે રાખવામાં આવેલ છે. તો દિવાળીના આ શુભ અવસર પર ફેબ ફેશન એકસ્પોમાં સ્ટોલ બુકીંગ કરાવી અને વ્યવસાયની ઉત્તમ તક મેળવવા આયોજકોએ યાદીમાં જણાવ્યુ છે.

ફેબ ફેશન એકસ્પોમાં દરેક વર્ગના લોકો એક જ સ્થળ પરથી વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકશે. સાથે જ સેલ્ફીના શોખીન યુવા વર્ગ માટે સેલ્ફી ઝોન સાથે ફૂડ ઝોનનું પણ આયોજન કરવામાં આવનાર છે તથા ૧૫૦થી વધુ ખાણી-પીણી અને વિવિધ વસ્તુઓ જેવી કે દિવાળી માટે સ્પેશ્યલ દીવડા, લાઈટીંગ, ડેકોરેશન, વિવિધ પ્રકારની જવેલરી, સાડી, બાંધણી, લેડીઝ - જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર, કુર્તિ, પર્સ, ચપ્પલ, રંગોળીનો ખજાનો એકિઝબિશન કમ સેલ, જે રંગીલા રાજકોટમાં શરૂ થનાર છે તે ફેબ ફેશન એકસ્પો આગામી તા.૧૯ અને ૨૦ ઓકટોબરના રોજ ફેબ ફેશન એકસ્પો ૨૦૧૯નો પ્રારંભ થશે. જેનું ઉદ્દઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ એકિઝબિશનમાં બે દિવસ સ્ટોલ નજીવા દરે આપવામાં આવશે. મધ્યમ વર્ગના વેપારી અને મહિલાઓએ આ એકિઝબિશન કમ સેલનો લાભ લેવા યાદીમાં જણાવાયુ છે.

વધુ વિગતો માટે મો. ૬૩૫૧૧ ૧૯૪૧૦ / ૯૪૨૬૩ ૧૭૬૩૦ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આયોજકો મીરા ભટ્ટ, બ્રિન્દા પટેલ અને જાગૃતિબેન પંડ્યા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)