Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જૈનાચાર્ય પૂ. આ. દેવ. શ્રીમદ્ વિજય રાજ્યશસૂરિશ્વરજી મહારાજ સાહેબના ૭૫માં જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા

રાજકોટ તા.૨૬: શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિપવિકર્મ ગુરુકૃપાપાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારકપપતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય ્રરાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની 'અહિંસા અમૃત વર્ષ' તરીકે સમસ્ત જૈન સમાજ દ્વારા ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. જીવન નિર્માણના સંસ્કારી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે માટે વિવિધ પ્રેરક કાર્યકર્મોનું આયોજન થઈ રહ્યું છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી થઈ રહી છે તેથી આનું સવિશેષ મહત્વ છે.

આ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવાં વિષયો (કોઈપણ એક અથવા બધાને સાંકળીને) પર નિબંધ સ્પર્ધા (૫૦૦ શબ્દો સુધી સીમિત)નું આયોજન  અખિલ ભારતીય 'અહિંસા અમૃત વર્ષ સમિતિ' દ્વારા કરાયું છે.  આ કાર્યકર્મના પ્રેરિકા જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.) છે. સંયોજક તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ર્ીંઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન' છે. 

વિશ્વભરમાં વસતાં કોઈપણ ધર્મ-સંપ્રદાયનાં દરેક વયનાં ભાવિકો ગુજરાતી ભાષામાં આ નિબંધ સ્પર્ધામાં ૦૨ ઑકટોબર ૨૦૧૯ (ગાંધી જન્મજયંતી)થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ (ગાંધી નિર્વાણ દિન) વચ્ચે ભાગ લઈ શકશે. શાળાપકોલેજનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં ભાગ લે તેવી અપીલ છે. ઉત્તમ કૃતિઓનાં સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પથમ ઈનામ – રૂ. ૨૧૦૦૦, દ્વિતીય ઈનામ – રૂ. ૧૫૦૦૦, તૃતીય ઈનામ – રૂ. ૧૧૦૦૦. અન્ય પ્રથમ ૧૦૦ સ્પર્ધકોને રૂ. ૫૦૦ પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં ટાઈપ કરેલા અથવા સારા અક્ષરમાં લખેલા નિબંધ આ સરનામે મોકલવાનાં રહેશે ૅં પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, ૯૦૩,કાન્હા, બિલેશ્વ્રર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ  ૩૮૦૦૧૫ (મો. ૯૮૨૫૦૨૧૨૭૯). labdhivikram@gmail.com, pinakimeghani@gmail.com ઈમેલ પર પણ કૃતિઓ મોકલી શકાશે. સ્પર્ધકોએ પોતાનું પુરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઉંમરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.   વધુ વિગત માટે અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિનો (મો. ૯૬૮૭૬૨૬૩૪૬/૫૦/૫૧) સંપર્ક કરી શકાશે.

(11:49 am IST)