Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મગજ ભમતો હોવાથી સલિમે ફાંસો ખાંધોઃ પત્નિએ જીવ બચાવી લીધો

કેસરી પુલ પાસે મુસ્લિમ લાઇનમાં બનાવઃ મચ્છીનો ધંધાર્થી સારવારમાં

રાજકોટ તા. ૨૭: કેસરી હિન્દી પૂલ પાસે મુસ્લિમ લાઇનમાં રહેતાં સલિમ મહમદભાઇ નગાપરા (ઉ.૩૫) નામના યુવાને રાત્રે અગિયારેક વાગ્યે ઘરમાં લોખંડના પાઇપની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે તેના પત્નિ શબીરાબેન જોઇ જતાં દેકારો મચાવતાં બીજા લોકો ભેગા થઇ જતાં સલિમને તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સલિમ મચ્છીનો ધંધો કરે છે અને પાંચ બહેન તથા બે ભાઇમાં નાનો છે. સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. સલિમે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે ઘરની કેટલીક ચિંતાને કારણે પોતાનો મગજ ભમતો હોવાથી આ પગલુ ભર્યુ હતું. પત્નિ જોઇ જતાં પોતાને બચાવી લીધો હતો. એ-ડિવીઝન પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:48 am IST)