Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં છડેચોક છાનગપતીયા કરતુ યુવાધન : અશ્લીલ હરકત કરતો વિડિઓ વાયરલ:ચકચાર

શિક્ષણના પાઠ ભણાવાતા માં સરસ્વતીનાં ધામમાં આવી હરકતો કેટલી યોગ્ય

રાજકોટ : સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દૂરપયોગ બંને થઈ શકે છે. ઇન્ટરનેટએ એક હાથવગું મધ્યમ બની ગયું છે. અને તેના રવાડે ચઢેલૂ યુવા ધન આજકાલ છેડેચોક કોઈ પણ હરકત કરવામાં શરમ કે સંકોચ અનુભવ કરતું નથી.

 એક કિસ્સો હાલમાં જ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુવાધન અશ્લીલ હરકતો કરતો વિડીયો વાઇરલ થયેલો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ચાલતા સ્પા અને કેબીન પાર્લર પોલિસે બંધ કરાવાયા છે ત્યારે આ યુવાધન હવે શિક્ષણના ધામમાં ડેરા નાખી રહ્યા હોવાનું જણાઈ છે

  અગાઉ પણ આ પ્રકારની હરકતો કરતાં કપલને પ્રોફેસરે ઝડપ્યા હતા અને શિક્ષણના પાઠ ભણાવ્યા હતા. માં સરસ્વતીનાં ધામમાં આવી હરકતો કેટલી યોગ્ય છે.તેવા સવાલ ઉઠ્યા છે

 
(11:40 am IST)