Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

જ્ઞાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા સર્વસંમતિથી રચાનાર નામાંકિત ઉમેદવારોની મહાજન સમિતિ અનિવાર્ય : જનકભાઇ કોટક

લોહાણા મહાજનની સમરસ પેનલ દ્વારા અદ્ભુત સમાજ સેવા થશે : રમેશ ધામેચા

રાજકોટ, તા. ર૭ :લોહાણા મહાજન રાજકોટના પૂર્વ ઉપપ્રમુખ તથા રાજકોટના પૂર્વ મેયર શ્રી જનકભાઇ કોટકે જણાવ્યું હતું કે સમગ્ર સમાજ સર્વસંમતિથી જ ચાલતો હોય છે. જ્ઞાતિમાં કદી ચૂંટણી હોય જ ન શકે. દરેકે પોતપોતાનો સ્વાર્થ છોડીને સમાજસેવા તથા જ્ઞાતિ સેવા અર્થે ભોગ આપવો પડતો હોય છે. દરેક જ્ઞાતિજને પોતપોતાની રીતે હકારાત્મક કાર્ય કરતા રહેવું જોઇએ.

સમગ્ર રાજકોટમાં આશરે પોણા ત્રણ લાખ જેટલા રઘુવંશીઓ વસે છે ત્યારે જ્ઞાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા સર્વસંમતિ અને સર્વમાન્ય રીતે રચાનાર નામાંકીત ઉમેદવારોની સમરસ મહાજન સમિતિ અનિવાર્ય હોવાનું ં જનકભાઇ કોટકે જણાવ્યું હતું.

 લોહાણા મહાજન રાજકોટમાં રચાનાર સર્વસંમતિ તથા સર્વમાન્ય ઉમદવારોની સમરસ પેનલ જ અદ્ભૂત સમાજસેવા કરી શકશે તેવું આજરોજ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખશ્રી રમેશભાઇ ધામેચાએ પણ જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે તમામ જ્ઞાતિજનોના હિત તથા જ્ઞાતિ ઉત્કર્ષની વિવિધ પ્રવૃતિઓ તો જ શકય બની શકે જો શહેરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ તથા તજજ્ઞો સર્વસંમતિથી સમરસ પેનલમાં સથાન પામ્યા હોય. 'હું' નહીં પણ 'અમે' અને 'મારૂ' નહીં પણ 'આપણું' માનીને તથા થોડું મોટું મન રાખીને જો દરેક જ્ઞાતિજન જ્ઞાતિસેવા-સમાજસેવાના કામમાં જોડાઇ જાય તો ચોક્કસપણે જ્ઞાતિજનોનો ઉદ્ધાર થાય. જ્ઞાતિને એક તાંતણે બાંધવાના જ્ઞાતિ શ્રેષ્ઠીઓના અથાગ અને સંનિષ્ઠ નિસ્વાર્થ પ્રયત્નો પણ એળે ન જાય. (૮.૭)

 

(4:26 pm IST)