Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

૧૫૦ બાળકો ગાંધીજીના પાત્રમાં દાંડીકૂચ કરશે

ગાંધી જયંતિ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને વી કેન ગ્રુપનું આયોજન : 'સ્વચ્છતા મંચ' નિમિતે કાલે બહેનો માટે ઓપન રાજકોટ સ્લોગન સ્પર્ધાઃ શનિવારે દેશભકિત ડાન્સ સ્પર્ધાઃ ૩૦મીએ વેશભૂષા સ્પર્ધા

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ મહાનગરપાલિકા અને વી કેન ગ્રુપ દ્વારા 'સ્વચ્છતા મંચ'નું  આયોજન  કરવામાં આવેલ છે.

તા. ૨ ઓકટો. ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપવા રાજકોટની જનતાને કિશાનપરા ચોક ખાતે ઉમટી પડવા આહવાન કરાયું છે. દરરોજ સાંજે ૭ થી ૯ અલગ અલગ કાર્યક્રમોનું બહેનો અને બાળકો માટે આયોજન થયુ છે. રાજકોટની નામાંકિત શાળાઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓ, શ્રેષ્ઠી, અગ્રણીઓ પણ સ્વચ્છતાનો સંદેશો આપશે.

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ૧૫૦ બાળકો ગાંધીજીના પાત્રમાં દાંડીકૂચ કરશે. ત્રણ દિવસ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.

જાહેર જનતા પણ પોતાના વિચારો કહી શકશે. નામ નોંધણી ફરજીયાત કરાવી લેવા યાદી જણાવે છે.

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટની નામાંકિત સંસ્થા વી કેન ગ્રુપ આયોજીત 'સ્વચ્છતા મંચ'માં જાહેર જનતામાં 'સ્વચ્છતા' માટે જાગૃતતા લાવવા અનુભવી વકતાઓ વકતવ્ય આપશે. તા. ૨૮ના બહેનો માટે ઓપન રાજકોટ શ્લોગન સ્પર્ધા, તા. ૨૯ દેશભકિત ડાન્સ સ્પર્ધા, તા. ૩૦ના વેશભૂષા સ્પર્ધા રાખેલ છે.

વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે મો. ૮૪૦૧૮ ૯૭૬૦૬, ૯૮૭૯૬ ૩૦૭૩૬ અને ૭૩૮૩૮ ૨૫૦૫૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(4:25 pm IST)