Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

યોગરાજનગર નજીક જુગારના બે દરોડામાં : ૧૧ પકડાયા

રાજકોટ,તા. ર૮  : મનહરપુર-૧ યોગરાજનગર નજીક યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ, મુકેશભાઇ ડાંગર અને પુષ્પરાજસિંહ મળેલી બાતમીના આધારે પીઆઇ એ.એલ. આચાર્યનો માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ, પુષ્પ રાજસિંહ તથા મુકેશભાઇ સહિતે દ્વારકાધીશ પેટ્રોલપંપ સામે મનહરપુર ૧ યોગરાજનગર જવાના રસ્તે ઇંટુના ભઠ્ઠા પાસે મફતીયામાં જાહેરમાં જુગાર રમતા આશીષ હરેશભાઇ અગ્રાવત (ઉ.વ.૩૦), મોહિત ઉર્ફે મનસુખભાઇ ભીખુભાઇ જોગીયાણી (ઉ.વ.૩૦), મહેન્દ્ર વશરામભાઇ જગતીયા (ઉ.વ.૩૪), રોહિત દેવજીભાઇ જાદવ (ઉ.વ.૩૧), હેમલ વશરામભાઇ જગતીયા (ઉ.વ.૩૧), નવઘણ કરશનભાઇ દેત્રોજા (ઉ.વ.૪૦) અને અશોકસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૪૯) ને પકડી લઇ રૂ. રર,પપ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજાા દરોડામાં આજી ડેમ પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીઆઇ એમ. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ. પટેલ સહિતની ટીમે બાતમીના આધારે શ્યામકિરણ સોસાયટીનાી બાજુમાં દેવભૂમી એપાર્ટમેન્ટના પહેલા માળે ફલેટમાં દરોડો પાડી ફલેટ માલીકી કલ્પેશ મહેન્દ્રભાઇ મકવાણા (ઉ.વ.૩૧) નીલેશ દામજીભાઇ ટાંક (ઉ.વ.૩પ ) (રહે. શીવમપાર્ક-૧ કોઠારીયા રોડ) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૮,ર૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(12:01 pm IST)